Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

બજાર ફ્લેટ : સેંસેક્સ સુધરી ૩૪૪૭૯ના સ્તર પર રહ્યો

દિવસ દરમિયાન તેજી રહેવાના હજુ સંકેતો : જુદા જુદા પરિબળોની વચ્ચે શેરબજારમાં હાલ તેજી રહી

મુંબઇ,તા. ૧૮ : શેરબજારમાં આજે સવારે પણ તેજી રહી હતી. કારોબારની શરૂઆત થયા બાદ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સેંસેક્સ ૮૪ પોઇન્ટ સુધરીને ૩૪૪૭૯ની ઉંચી સપાટી પર હતો. જ્યારે નિફ્ટી ૧૪ પોઇન્ટ રિક્વર થઇને ૧૦૫૬૪ની સપાટી પર હતો. ઇન્ડસબેંક અને ટીસીએસ ગુરુવારના દિવસે પોતાના આંકડા જારી કરશે. જ્યારે ક્રિસિલ, એચડીએફસી લાઇફ, તાતા સ્પોન્જ, એચડીએફસી બેંક દ્વારા ૨૧મી એપ્રિલના દિવસે આંકડા જારી કરવામાં આવશે. તીવ્ર મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકોને ગઇકાલે સોમવારના દિવસે મોટી રાહત થઇ હતી. કારણ કે હોલસેલ કિંમતો પર આધારિત ફુગાવો આંશિકરીતે ઘટીને માર્ચમાં ૨.૪૭ ટકા થઇ ગયો હતો. શાકભાજી અને કઠોળની કિંમતમાં ઘટાડો થતા આ સ્થિતી સર્જાઇ હતી. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સના આધાર પર ફુગાવો ફેબ્રુઆરી મહિનામાં ૨.૪૮ ટકા હતો. જ્યારે ગયા વર્ષે માર્ચમાં ફુગાવો ૫.૧૧ ટકા હતો. માર્ચ મહિનામાં ફુડ આર્ટિકલ્સમાં ફુગાવો ૦.૨૯ ટકા રહ્યો છે. જે અગાઉના મહિનામાં ૦.૮૮ ટકા હતો. બીજી બાજુ રિટેલ ફુગાવામાં પણ હાલમાં ઘટાડો નોંધાયો હતો. રિટેલ ફુગાવો માર્ચ મહિનામાં ઘટીને ૪.૨૮ ટકા રહ્યો છે. જે પાંચ મહિનાની નીચી સપાટી ઉપર છે. માર્ચ મહિનામાં શાકભાજી, કઠોળની કિંમતોમાં ઘટાડો થયો છે. આરબીઆઈની વર્ષ ૨૦૧૮-૧૯ની તેની પ્રથમ દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા છઠ્ઠી એપ્રિલના દિવસે જારી કરવામાં આવી હતી જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ, બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યા હતા. તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. કેટલાક રાજ્યોમાં યોજાનારી  ચૂંટણીની અસર હવે નાણાંકીય ૨૦૧૯માં જોવા મળશે. શેરબજારની દિશા પર કારોબારી નજર રાખી રહ્યા છે. સોમવારના દિવસે કારોબારના અંતે સેંસેક્સ ૧૧૨ પોઇન્ટ ઉછળીને ૩૪૩૦૫ની ઉંચી સપાટી પર રહ્યો હતો.નિફ્ટી ૪૮ પોઇન્ટ ઉછળીને ૧૦૫૨૮ની ઉંચી સપાટી પર રહ્યો હતો. શેરબજારમાં અવિરત તેજીના કારણે કારોબારીમાં નવી આશા દેખાઇ રહી છે. સાતમી એપ્રિલના દિવસે ડુમામાં કરવામાં આવેલા કેમિકલ અટેકના બદલામાં આ હુમલા કરવામાં આવ્યા હતા. રસાયણ હુમલા ડુમામાં કરવામાં આવ્યા હતા જેમાં ૮૦થી વધુના મોત થયાહતા અને ૧૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ રસાયણ હુમલા બાદ અમેરિકાએ હવાઈ હુમલાઓ બોધપાઠ ભણાવવાના હેતુસર કર્યા છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં ફરી એકવાર વધારો થઇ શકે છે. વૈશ્વિક ઘટનાક્રમ વચ્ચે ક્રૂડની કિંમતો વધી શકે છે. મંગળવારે  કારોબારના અંતે સેંસેક્સ ૯૦ પોઇન્ટ ઉછળીને ૩૪૩૯૫ની ઉંચી સપાટી રહ્યો હતો  નિફ્ટી ૨૦ પોઇન્ટ ઉછળીને ૧૦૫૪૯ની સપાટીએ રહ્યો હતો.

(12:54 pm IST)