Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

મહિલા રીપોર્ટરના પ્રશ્નના જવાબમાં ગાલને પંપાળ્યો...! ભારે વિવાદ

તામીલનાડુમાં પત્રકાર પરીષદમાં રાજ્યપાલ પુરોહીતે : મહિલા રીપોર્ટરે કહ્યુ સ્પર્શ બાદ અનેકવાર મોં ધોઈ નાખ્યું: સોશ્યલ મીડીયામાં ચર્ચા

મહિલા પત્રકારના ગાલને પંપાળતા તામીલનાડુના રાજ્યપાલ નજરે પડે છે

મદ્રાસ, તા. ૧૮ :. તામીલનાડુમાં રાજ્યપાલે એક પત્રકાર પરીષદમાં મહિલા પત્રકારના ગાલને પંપાળતા નવો વિવોદ થયો છે. મહિલા પત્રકારે પણ સ્પર્શ બાદ અનેકવાર મોં ધોઈ નાખ્યુ છે. પત્રકાર પરિષદમાં મહિલા પત્રકારે રાજ્યપાલ પુરોહીતને પ્રશ્ન કર્યો જેનો ઉત્તર આપવાને બદલે રાજ્યપાલે મહિલા પત્રકારના ગાલને પંપાળ્યો હતો. આ ઘટનાએ ભારે વિવાદ સર્જયો છે.

ગઈકાલે સાંજે તામીલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહીતે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યુ હતું. આ પત્રકાર પરિષદમાં એક વિવાદ થતા તેના માટે આયોજન થયુ હતુ. જેમા એક મહિલા આસિસ્ટન્ટ પ્રોફેસરના ઓડીયો ટેપ જેમા મહિલા પ્રોફેસર છાત્રાઓને સારા ગુણ જોઈતા હોય તો પ્રોફેસરો માટે સેકસ્યુલ ફેવર કરવાની વાત કરી હતી. આ પત્રકાર પરિષદમાં એવુ બન્યુ કે નવો વિવાદ જાગ્યો છે. જેમા પત્રકાર પરિષદમાં એક મહિલા પત્રકારે રાજ્યપાલ પુરોહીતને પ્રશ્ન કર્યો તો તેનો જવાબ આપવાને બદલે મહિલા પત્રકારના ગાલને સ્પર્શ કરવા લાગ્યા હતા.

મહિલા પત્રકાર લક્ષ્મી સુબ્રમણ્યમે પત્રકાર પરિષદ બાદ ટ્વીટ કર્યુ છે કે મે રાજ્યપાલ બનવારીલાલ પુરોહીતને પ્રશ્ન કર્યો તો પરંતુ તેને મારી સહમતી વગર મારા ગાલે સ્પર્શ કર્યો હતો. બીજા ટવીટમાં મહિલા પત્રકારે જણાવ્યુ કે રાજ્યપાલ દ્વારા તેના ગાલ પંપાળવાનું ખોટુ આચરણ બતાવ્યુ હતુ અને કોઈ મહિલાની સહમતી વગર અડવુ ખોટુ છે.

મહિલા પત્રકારના આ ટવીટને અનેક લોકોએ સમર્થન આપ્યુ છે. જેમાં ડી.એમ.કે.ના રાજ્યસભાના સભ્ય કનીમોજીએ આ અંગે રાજ્યપાલની આલોચના કરી છે. ખોટો ઈરાદો ન હતો પણ  વ્યકિતએ તેના પદની ગરીમા જાળવવી જોઈએ.

(12:52 pm IST)