Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

ભારતી વૈશ્વીક ઉડાનઃ યુ.એન.માં ભારતનો દબદબોઃ ૬ સંસ્થાકીય ચૂંટણીમા જયજયકાર

નવી દિલ્હી તા. ૧૮: ભારતે સંયુકત રાષ્ટ્ર (યુ.એન) ની એનજીઓ સમિતિ તેમજ આર્થિક અને સામાજીક પરીષદ (ઇસીઓએસઓસી)ની ૩ સંસ્થાઓની ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. જેમાં પાંચ સંસ્થાનો માં તો કોઇ વિરોધ વગર ભવ્ય વિજય હાંસલ કર્યો છે.

ભારતે તેના પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને પાછળ રાખી સોૈથી વધુ ૪૬ મતો હાંસલ કર્યા છે. સમિતિ માટે પસંદ થયેલા પાકિસ્તાનને ૪૩ અને ચીનને ૩૯ મતો મળ્યા હતા.

સંયુકત રાષ્ટ્રમાં ૧૦૩ દેશ એસીઓએસઓસીના સભ્યો યુએનની એનજીઓ સમિતિ સોૈથી વધુ પ્રભાવશાળી માનવામાં આવે છે. તેઓનું કામ સલાહ ઉપરાંત બીન સરકારી સંગઠનોનું કામકાજ ઉપર નજર રાખે છે. કોઇ બીનસરકારી સંગઠન ઉપર પ્રતિબંધ લગાવવાનો અધિકાર પણ આ સમિતિ પાસે છે. (૧.૯)

(12:00 pm IST)