Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

એર ઈન્ડિયાના વિમાનોમાં રૂ.૧૦૦ થી ૨૦૦ વધુ ચુકવો અને વચ્ચેની સીટ મેળવો :

નવી દિલ્હી, તા.૧૮ : એર ઈન્ડિયાએ પોતાની આવક વધારવા માટે યાત્રીઓને વધુ ભાડુ ચુકવે તો વચ્ચેની સીટ પસંદ કરવાનો વિકલ્પ આપ્યો છે. એટલે કે વચ્ચેની સીટ પર બેસનારા યાત્રીઓએ સામાન્ય ભાડાથી વધુ ચુકવવું પડશે. એર ઇન્ડિયાએ ટ્રાવેલ એજન્ટોને સૂચના આપી દીધી છે. જેમાં ડોમેસ્ટીક અને કેટલીક વિદેશી ફલાઇટ માટે ૧૦૦ રૂપિયા અને ઇન્ટરનેશનલ ફલાઇટો માટે વચ્ચેની બેઠક બુક કરાવવા વધુ રૂ.૨૦૦ સુધી ચુકવવા પડશે. હાલમાં યાત્રીઓએ સામેની જથ્થાબંધ અને વિન્ડો સીટ માટે વધુ રકમ ચુકવવી પડે છે. (૨૩.પ)

(11:59 am IST)