Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

૨૦૧૯માં નબળી મિશ્ર સરકાર રચાવાની શકયતાઃ મોર્ગન સ્ટેનલી

રોકાણકારોની ચિંતા વધીઃ બજારમાં હાલ કોઇ નવું જોખ કે આશાવાદ જોવા મળતો નથી

મુંબઈ તા. ૧૮ : વોલ સ્ટ્રીટ બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ ભારતમાં ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી બાદ કેન્દ્રમાં નબળી યુતિ સરકાર આવવાનો ભય વ્યકત કર્યો હતો અને તેને લીધે રોકાણકારોની ચિંતા વધી હોવાનો દાવો કર્યો હતો.

તેના અહેવાલમાં જણાવ્યું હતું કે વિશ્રની સૌથી મોટી લોકશાહીમાં સામાન્ય ચૂંટણી આગામી ૧૨ મહિનામાં યોજાવાની હોવાથી બજારમાં હાલમાં કોઇ નવું જોમ કે આશાવાદ નથી દેખાતા.

મોર્ગન સ્ટેનલીના અહેવાલમાં જણાવાયું હતું કે ભારતમાં ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પછી કેન્દ્રમાં વધુ મજબૂત નહિ, પરંતુ હાલના કરતાં નબળી યુતિ સરકાર આવવાની શકયતા છે.

આમ છતાં, તેણે જણાવ્યું હતું કે હાલમાં ભારતમાં સારો આર્થિક વિકાસ થઇ રહ્યો છે, ફુગાવો સ્થિર છે, ખેડૂતોની કામગીરી સારી છે, રોજગારીની તક વધી રહી છે, પરંતુ આગામી સામાન્ય ચૂંટણીના પરિણામ જ બજારનું ભાવિ વલણ નક્કી કરશે.

મોર્ગન સ્ટેનલીના અહેવાલમાં જણાવ્યું હતું કે આર્થિક વિકાસના માપદંડોમાંના વૃદ્ઘિ, ફુગાવો, ખેડૂતોનું વલણ, સરકારી આર્થિક સહાય સીધી લાભાર્થીને આપવાની કામગીરી જો સારી હોય તો હાલની સરકાર ચૂંટણીમાં ફરી જીતવાની શકયતા વધુ રહે છે. આ આર્થિક માપદંડોમાં સામાજિક અને રાજકીય પાસાંનો સમાવેશ નથી કરાયો, પરંતુ તેઓ પણ ચૂંટણીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.(૨૧.૯)

(11:54 am IST)