Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

કાશ્મીરમાં ભાજપના તમામ પ્રધાનોના રાજીનામા

નવેસરથી પ્રધાનોની પસંદગીની ભારે ચર્ચા વચ્ચે મહેબૂબા મુફતીને આપેલ ટેકો પાછો ખેંચી લેવાની પણ વાતો

શ્રીનગર તા. ૧૮ : દેશભરને હચમચાવનાર જમ્મુ નજીક આવેલ કઠુઆ ખાતેની મહાભયાનક ઘટનાના પગલે જમ્મૂ કશ્મીરમાં રાજકીય તોફાન મચ્યું છે. ગેંગરેપ અને હત્યાના આરોપિયોના બચાવમાં રેલી કરનારા બીજેપીના રાજય સરકારના બે મંત્રીયોએ રાજીનામું આપ્યા બાદ આ મામલાએ ગરમાવો પકડી લીધો છે. ભાજપના સુત્રો અનુસાર, જમ્મૂ કશ્મીરની ગઠબંધન સરકારમાં સમાવેશ ભાજપના દરેક મંત્રીઓએ રાજીનામું આપી દીધા છે.

એવુ જણાવામાં આવી રહ્યુ છે કે, ભાજપના પ્રધાનોએ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સમક્ષ પોત-પોતાના રાજીનામાં મૂકયા હતા. હવે આના પર અંતિમ ચુકાદો પાર્ટી અધ્યક્ષને જ લેવો પડશે. જોકે, જો આવુ થાય તો આ જમ્મૂ કશ્મીર સરકાર માટે ખતરાની વાત નથી. એવું જણાવવામાં આવી રહ્યુ છે કે પીડીપીનુ ભાજપ સાથે ગઠબંધન પર હાલ તૂર્ત કોઈ સંકટ નહી આવે. આ ફકત મંત્રીયોના રાજીનામાંની વાત છે. અને નવા નામો હવે મુકાશે ત્યારે બીજી તરફ ભાજપ હવે મહેબૂબા મુફતી સરકાર સાથે છેડો ફાડી રહ્યાની પણ ભારે ચર્ચા છે.(૨૧.૧૦)

(11:53 am IST)