Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

કર્ણાટકમાં માંડ માંડ બચ્યા મોદી સરકારના મંત્રી : મારો જીવ લેવાનું કાવત્રુ : હેગડે

બેંગલુરુઃ કર્ણાટક ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન અનંતકુમાર હેગડેના કાફલાની એસ્કોર્ટ કારને ટ્રકે ટક્કર મારી છે.કેન્દ્રીય કર્ણાટક ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય પ્રધાન અનંતકુમાર હેગડેના કાફલાની એસ્કોર્ટ કારને ટ્રકે ટક્કર મારી છે. કેન્દ્રીય કૌશલ વિકાસ અને ઉદ્યમિતા રાજય પ્રધાન અનંતકુમાર હેગડેએ એક પછી એક ટ્વિટ કરીને એક દુર્દ્યટનાની જાણકારી આપતા જણાવ્યુ હતુ કે, જયારે તેઓ કર્ણાટકના હાવેરી જિલ્લાના રાણેબેન્નૂર તાલુકામાં હલાગેરી પાસે નેશનલ હાઈવે પર જઈ રહ્યા હતા. ત્યારે એક ટ્રકે તેમના એસ્કોર્ટ વાહનને ટક્કર મારી હતી. તેમના સપોર્ટ સ્ટાફને ઈજા પહોંચી છે. કર્મચારીના ખભામાં ફ્રેકચર થયું છે.તેમની કારની ગતિ ઝડપી હોવાથી ટકરાવાથી બચી ગઈ હતી.કાફલાની એસ્કોર્ટ કારને ટક્કર મારનારી ટ્રકના ડ્રાઈવરને ઝડપી લેવામાં આવ્યો છે. આ દુર્દ્યટના બાદ કેન્દ્રીય પ્રધાન અનંત કાર હેગડેએ ષડંયત્રની પણ આશંકા વ્યકત કરી છે

(11:53 am IST)