Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

શું ભાજપ સરકાર FRDI બિલના ડરથી ખાલી કરી રહી છે ATM?

નવી દિલ્હી તા. ૧૮ : દેશના ઘણા રાજયોમાં નોટનું સંકટ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફની દેશની રિઝર્વ બેન્કે પણ માન્યું છે કે કેટલાક રાજયોમાં કેશની ઉણપ જોવા મળી રહી છે. આ કેશના સંકટનું નિવારણ કરવા આરબીઆઇએ આંતરરાજય સમિતિનું ગઠન કર્યું છે જે આવનાર ત્રણ દિવસમાં અન્ય રાજયોમાંથી કેશ સંકટવાળા રાજયમાં કેશ પહોંચાડવાનું કામ કરશે.

જો કે આરબીઆઇની આ દલીલ અન્ય રિઝર્વ બેન્ક ઓફિસર કન્ફેડરેશનને દાવો કર્યો છે કે દેશમાં ૩૦થી ૪૦ ટકા કેશની કમી છે અને આ ઉણપ રિઝર્વ બેન્ક દ્વારા સતત ડિજીટલ ઇકોનોમીના દબાણના કારણે સર્જાય છે.

અધિકારીઓએ દાવો કર્યો છે કે દેશમાં લોકો કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત એફઆરડીઆઇ બિલના ડરના કારણે છે. જેને લઇને લોકો બેન્કમાં પૈસા જમા કરાવાના બદલે કેશ પોતાની પાસે રાખી રહ્યાં છે. આ સંગઠન મુજબ આરબીઆઇ ડિજિટલ ઇકોનોમી બનાવા માટે કેશની રાશનિંગ કરી રહ્યું છે જેને લઇને કેટલાંક રાજયોમાં કેશનું સંકટ જોવા મળી રહ્યું છે.

દેશમાં લોકોને બેકિંગ વ્યવસ્થામાં બદલાવની શકયતાના ડરના કારણે થઇ રહ્યો છે અને વધારેમાં વધારે લોકો રોકડ પોતાની પાસે રાખી રહ્યાં છે.

પ્રસ્તાવિત એફઆરડીઆઇ બિલ દ્વારા કેન્દ્ર સરકાર દરેક નાણાંકીય સંસ્થા જેમ કે બેન્ક, ઇન્શ્યોરન્સ કંપની અને અન્ય નાણાકીય સંગઠનોનું નાદારી તેમજ નાદારી કોડ હેઠળ સાચુ નિરાકરણ કરવાની ઇચ્છા રાખી રહી છે.(૨૧.૧૩)

(11:50 am IST)