Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

પ૦૦ ની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું

નવેમ્બરથી નાસિકમાં નોટની છપાઇ બંધ હતી

નવી દિલ્હી તા. ૧૮: દેશના અનેક શહેરોમાં એટીએમમાં રોકડના અછતના કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો પોતાની જ રોકડને એટીએમ અને બેંકોમાંથી કાઢવા માટે અસમર્થ છે.

નાસિકમાં પ૦૦, ર૦૦, ૧૦૦ અને ર૦ ની નવી નોટોની છાપવાની પ્રક્રિયામાં ૪૪ ટકાનો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના નવેમ્બરથી જ પ૦૦ રૂપિયાની નોટની છાપવાની પ્રક્રિયા બંધ થઇ ગઇ હતી. બીજી બાજુ ર૦૦ અને ર૦ રૂ.ની નવી નોટોની છાપવાની પ્રક્રિયા આ વર્ષના એપ્રિલથી બંધ થઇ ગઇ હતી.

(12:53 pm IST)