Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

બ્રિટન સાથે ભાગેડુને પરત લાવવા અંગે ચર્ચાઃ ડઝનેક કરારો કરતા નરેન્દ્રભાઇ

નરેન્દ્રભાઇએ સ્વીડન ખાતે ભારતીય સમુદાયને સંબોધન કર્યુઃ સરકારની વિવિધ યોજના અને ઉપલબ્ધીઓ જણાવી ભારતમાં વેપાર કરવાનું સરળ બન્યાનું જણાવ્યું

 નવી દિલ્હીઃ  તા.૧૮, નરેન્દ્રભાઇ પોતાના પાંચ દિવસીય યુરોપ પ્રવાસે બ્રીટન પહોંચ્યા છે. જયાં તેમના ભરચકક કાર્યક્રમો છે. જેમા  તેઓ વડાપ્રધાન થેરેસા મે સાથે મુલાકાત કરશે. ત્યારબાદ કવીન એલીઝાબેથના અંગત કાર્યક્રમમાં પણ  ભાગ લેનાર છે. આ ઉપરાંત પ્રીન્સ ચાર્લ્સ દ્વારા પણ મોદીને આવકારવા વિશેષ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

 બ્રિટન પહોંચતા નરેન્દ્રભાઇને ફોરેન સેક્રેટરી બોરીસ જોનસને આવકાર્યા હતા

 ગઇકાલે સ્વીડન ખાતે ભારતીય સમુદાયને સંબોધન દરમિયાન નરેન્દ્રભાઇએ ભારતમાં વેપાર કરવો હવે સરળ બન્યાનું કહયું હતુ. આ ઉપરાંત તેમણે કેન્દ્ર સરકારની વિભિન્ન યોજનાઓ અને ઉપલબ્ધીઓ વિશે પણ માહિતી આપી હતી. તેમણે વધુમાં જણાવેલ કે દેેશભરમાં વેલનેસ સંસ્થા ખોલવામાં આવશે. સ્વીડન સાથે ભાગીદારી હજી આગળ લઇ જવાની છે. ન્યુ ઇન્ડિયા માટે સ્વીડનનો સાથ જરૂરી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

 તેમણે ભારતમાં ગરીબો માટે સારી સ્વાસ્થ્ય સુવિધા આપવા માટે પણ સરકાર કાર્યરત હોવાનું જણાવ્યું હતું આ ઉપરાંત હવે સરકારી ઓફિસમાં ફાઇલ દબાવવાની સીસ્ટમ ન હોવાનું પણ કહયું હતુ  વધુમાં મોદીએ જણાવેલ કે રસ્તો લાંબો જરૂર છે પણ સાચો છે ભારતના સ્પેશ કાર્યક્રમ અંગે તેમણે જણાવેલ કે તે એકદમ ઉચ્ચ સ્તરનો છે. ઉજ્વલા યોજનાથી દેશના ખુણે-ખુણે પ્રકાશ પહોંચાડાયાનું પણ નરેન્દ્રભાઇએ ઉમેયુ હતું

કભારતમાં જીએસટી એક ઐતિહાસીક નિર્ણય હોવાનું પણ નરેન્દ્રભાઇએ જણાવેલ આ ઉપરાંત ભારત વિશ્વનો વૈચારીક નેતા બન્યો છે અને તેનો દુનિયાભરમાં પ્રભાવ પણ  વધ્યો હોવાનું જણાવ્યું હતુ. સરકાર સાથે લોકો સીધો સંવાદ સાધી શકતા હોવાનું  અને સરકારી યોજનાઓનો સીધો લાભ લોકો લઇ શકતા હોવાનું પણ તેમણે અંતમાં ઉર્મેયું હતું  .

 બપોરે નરેન્દ્રભાઇ એ લંડનની પ્રખ્યાત થેમ્સ નદી  પાસે લીંગાયત સમુદાયના સમાજ સુધારક સંત બાસવેશ્વરાની પ્રતિમાને પુષ્પાજંલી અર્પણ કરી કર્ણાટકના લોકો સાથે પણ  મુલાકાત કરી હતી. આમ નરેન્દ્રભાઇએ કર્ણાટક ચુંટણી પ્રચારના શ્રી ગણેશ લંડનથી કર્યા છે.

 વડાપ્રધાન થેરેસા મે સાથે ૧૦ ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે દ્વીપક્ષીય બેઠક યોજાઇ હતી. જેમા બંને દેશો વચ્ચે અલગવાદ, સીમા પર આતંકવાદ, વીઝા અને ઇમીગ્રેશન તથા સંયુકત હિતો સહિતના મુદે ચર્ચા કરવામાં આવી હતી.

 આ ઉપરાંત ભારત- બ્રિટન વચ્ચે લગભગ ૧૨ જેટલા કરારો પણ કરવામાં આવ્યા હતા. જેમા આર્યુવેદીક ચિકિત્સા, ભારતીય આર્યુર્વેદ સંસ્થાન અને બ્રિટનની કોલેજ ઓફ મેડીસીન વચ્ચે આદાન-પ્રદાન ગેરકાયદેસર શરણાર્થીઓને પરત મોકલવા અંગેના એમઓયુનું નવીનીકરણ, નાસ્કોમ- ઇનોવેટ યુકે-નિતી આયોગ અને તેના બ્રીટીશ સમકક્ષ સંસ્થાનો વચ્ચે કરારો, આ સિવાય બ્રીટનમાં ગેરકાયદે વસતા ભારતીય નાગરીકોને પરત મોકલવાની ્ પ્રકિયા નકકી કરાશે. સૌથી મહત્વના એવા ભારતમાંથી નાસી છુટેલ અપરાધીઓને  પરત મોકલવા સંબધે પણ ચર્ચા કરવામાં આવી હતી.

 નરેન્દ્રભાઇ એ લંડનમાં સાઇન્સ મ્યુઝીયમમાં આયોજીત ૫૦૦૦ યર્સ ઓફ સાયન્સ એન્ડ ઇનોવેશન પ્રદર્શનીમા ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ભારતીય મુળના લોકો, વૈજ્ઞાનિકો અને ઇનોવેટર્સ સાથે વાતચીત કરી હતી. ત્યાર બાદ તેઓ પ્રિન્સ ચાર્લ્સ દ્વારા યોજવામાં આવેલ કાર્યક્રમમાં ન્યુ આર્યુવેદીક સેન્ટર ફોર એકસીલન્સનું નરેન્દ્રભાઇએ ઉદધાટન કરેલ.

 ફ્રાંસીસ ક્રીક ઇન્સ્ટીટયુટમાં બ્રીટનના વડાપ્રધાન થેરેસા મે સાથે નરેન્દ્રભાઇએ બીજીવાર મુલકાત કરી હતી. ત્યારબાદ કેન્સર શોધ, મેલેરીયા અને અન્ય બિમારીઓ ઉપર કામ કરી રહેલ ભારતીય મુળના વૈજ્ઞાનિકો સાથે મુલાકાતબાદ બંને નેતાઓએ ભારત બ્રિટન સીઇઓ ફોરમની શરૂઆત કરી હતી.

 નરેન્દ્રભાઇ મોડી  સાંજે કવીન એલીઝાબેથ દ્વારા યોજવામાં આવેલ તેમના અંગત કાર્યક્રમમાં પણ સામેલ થયા હતા. ત્યારબાદ '' ભારતકી બાત, સબકે સાથ'' કાર્યક્રમમાં લંડનના વેસ્ટ મિસ્ટર સેન્ટ્રલ હોલમાં ઉદબોધન કયુંર્ હતુ. દિવસના અંતમાં ઔપચારીક સ્વાગત માટે બ્રિટનના વડાપ્રધાન દ્વારા યોજાયેલ ડીનરમાં સામેલ થયા હતા કાલે કોમનવેલ્થ હેડસ ઓફ ગર્વમેન્ટ મીંટીગમાં જશે. જયાં તેઓ વિશ્વના અન્ય નેતાઓ સાથે વાતચિત કરશે.  (૪૦.૨)

(3:55 pm IST)