Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

મોડીસાંજે ભારત સહિત વિશ્વના દેશોમાં ટ્વીટર અચાનક બંધ

લોગઇન કરવાથી બ્લુ સ્ક્રીનમાં મેસેજ બતાવાઈ છે કે જલ્દી મુશ્કેલી સોલ્વ કરી લેવાશે : મોડી થી ટવીટર ફરી ચાલુ થઇ ગયું છે

વિશ્વની સૌથી ચર્ચિત સોશ્યલ મીડિયા વેબસાઈટ ટ્વીટર મંગળવારે સાંજે અચાનક કેટલીક મિનિટો માટે કામ કરતી બંધ થઇ હતી આ વડાએ ટ્વીટર ખોલવા લોગ ઈન અથવા પેજની જગ્યાએ એક બ્લુ સ્ક્રીન ખુલીને આવી રહી હતી જેના પણ એક મેસેજ બતાવાઈ રહયો હતો કે જલ્દી જ ટ્વીટર લોગ ઈન કરવામાં આવી રહેલી મુશ્કેલી સોલ્વ કરી લેવાશે   
 
ભારતીય સમયાનુસાર આ સ્થિતિ સાંજે 7-30 કલાકે થઇ હતી જોકે હવે આ વેબસાઈટ લોગ ઈન થઇ રહી છે જોકે હજુ સુધી એ વાતની જાણ થઇ નથી કે અચાનક ટ્વીટર કેમ ડાઉન થયું હતું
    આ મામલે વિશ્વભરમાં વેબસાઇટને ટ્રેક કરવાવાળી ધ દાઉન ડિટેકટ વેબસાઈટનું કહેવું છે કે આ ટ્વીટર ડાઉનની સમસ્યાથી લગભગ સમગ્ર વિશ્વ પ્રભાવિત થયું હતું

(12:00 am IST)