Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

અમેરિકાના દક્ષિણ કેરોલાઈનામાં જેલમાં કેદીઓ વચ્ચે બઘડાટી :7 કેદીઓના મોત :17 ઘાયલ

 

અમેરિકાના દક્ષિણ કેરોલાઈનામાં જેલમાં કેદીઓએ વચ્ચે બઘડાટી બોલતા સાત કેદીઓના મોત નીપજ્યા છે અને અન્ય 17 કેદીઓ ઈજાગ્રસ્ત થયા છે. અત્યાધુનિક સુરક્ષા ધરાવતી   જેલના પ્રવક્તા જેફ ટેલને કહ્યુ છે કે રવિવારે સાડા સાત વાગ્યે કેદીઓ વચ્ચે ઝઘડો થયો હતો. પરંતુ આમા કોઈ અધિકારી ઘાયલ થયો નથી. ઈજાગ્રસ્ત થયેલા અન્ય 17 કેદીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

 

   દક્ષિણ કેરોલાઈનાની બિશપવિલે જેલમાં લગભગ 1500 કેદીઓ છે અને લાંબી સજા પામેલા કેદીઓ બંધ છે. 2015માં બે અધિકારીઓને ચાકુ મારી દેવાની ઘટના પણ બની હતી. ફેબ્રુઆરીમાં એક કેદીના મોતની ઘટના બની હતી.

 

(12:00 am IST)