Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

હવે ફેસબુક ભારતમાં ટૂંક સમયમાં જ પેમેન્ટ સર્વિસ શરૂ કરશે :કેમ્પેઇન માટે લોકોની ભરતી પણ કરાઈ

 

હવે ફેસબુક ભારતમાં ટૂંક સમયમાં પેમેન્ટ સર્વિસ શરૂ કરવા જઇ રહ્યું છે. FactorDailyનાં રિપોર્ટને આધારે ફેસબુક ભારતમાં પેમેન્ટ સર્વિસનું ટેસ્ટીંગ કરી રહ્યું છે અને આનાં કેમ્પેઇન માટે લોકોની ભરતી પણ કરવામાં આવી રહી છે.

   ફેસબુક ફીચર પોતાની મેસેન્જર એપમાં આપશે કે જ્યાંથી યૂઝર્સ મોબાઇલ રિચાર્જ કરી શકશે અને ફેસબુકનાં માર્કેટ પ્લેસથી શોપિંગ કરીને પેમેન્ટ પણ કરી શકશે. તમને જણાવી દઇએ કે પહેલા ફેસબુકે મેસેન્જર એપમાં પેમેન્ટ ફીચર અમેરિકા, ફ્રાન્સ જેવાં અનેક દેશોમાં આપેલ છે. જો કે હવે ફીચરને કંપની ભારતમાં પણ રજૂ કરવા જઇ રહી છે.

   બીજી બાજુ ફેસબુક ભારતમાં વોટ્સએપનાં બીટા વર્ઝન પર યૂપીઆઇ બેસ્ડ પેમેન્ટ ફીચરનું ટેસ્ટિંગ પહેલેથી કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કંપનીએ વોટ્સએપનાં પેમેન્ટ ફીચરમાં મની રિક્વેસ્ટ અને ક્યૂઆર કોડ સ્કેન કરવાનું ફીચર પણ આપેલ છે.

   મહત્વની બાબત પણ છે કે તાજેતરમાં ફેસબુક દ્વારા ડેટા લીક થયાને વિવાદને લઇ ફેસબુકે દુનિયાભરમાંથી તેને નિંદાઓનો સામનો કરવો પડ્યો હતો. એવામાં હવે જોવાનું રહ્યું કે પેમેન્ટ સર્વિસ ભારતમાં લોન્ચ થયા બાદ ફેસબુકને હવે યૂઝર્સ દ્વારા કેવી રીતે રિસ્પોન્સ મળશે.

(12:00 am IST)