Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

હવે ફેસબુક સાથે ડેટા શેર થતો અટકાવવા વોટ્સએપમાં આવ્યું નવું અપડેટ :કરવું પડશે સેટિંગ

વોટસએપની પેરેન્ટ કંપની ફેસબુકના કરોડો યુઝર્સનો ડેટા ચોરી થયા બાદ વોટ્સએપ પણ યૂઝર્સનો ડેટા ફેસબુક સાથે શેર કરે છે.ત્યારે હવે વોટ્સએપમાં એવું અપડેટ આવ્યું છે કે યૂઝર્સ પોતાનો ડેટા ફેસબુક સાથે શેર થતા અટકાવી શકે છે

. વોટ્સએપ હંમેશા ફેસબુક સાથે શેર કરેલા ડેટા પ્રત્યે ડિફેન્સિવ રહે છે. તે હંમેશા કહે છે કે દરેક એસએમએસ એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટ થયેલ હોય છે અને સાથે જણાવ્યું કે તે ફેસબુક સાથે ઘણો ઓછો ડેટા શેર કરે છે. બંનેમાં ડેટા સુરક્ષિત રાખવા તમે વધુ પગલાં ઉઠાવી શકો છો અને ફેસબુક સાથે તમારો ડેટા શેર કરવામાં આવેશે તેવી ચિંતા વગર તમે વોટ્સએપનો ઉપયોગ કરી શકો છો. ફીચર વોટ્સએપના નવા સિક્યોરીટી અપડેટમાં આવ્યો છે.

રીતે રોકો વોટ્સએપ ડેટાનું શેરિંગ

  • સૌ પ્રથમ પોતાનું વોટ્સએપ ખોલો.
  • ત્યાર બાદ સૌથી ઉપર રાઈટ સાઈડ પરના ત્રણ ડોટ પર ટેપ કરો. હવે તમારી સામે ઘણા ઓપ્શન આવશે ત્યાર બાદ સેટિંગમાં જાવ.
  • સેટિંગમાં આવ્યા બાદ તમને ઘણા ઓપ્શન દેખાશે. ત્યાં Accountના ઓપ્શન પર ટેપ કરો.
  • Account પર ટેપ કર્યા બાદ ઘણા ઓપ્શન ખુલશે. ત્યાર બાદ ચેક માર્ક પર ટેપ કરો. ત્યાર બાદ તમને Rights of Share my Account info નો ઓપ્શન દેખાશે. હવે તે ઓપ્શનને ડિસેબલ કરી દો. આમ કર્યા બાદ તમારો ડેટા ફેસબુક સાથે શેર કરવામાં નહીં આવે.
(9:39 am IST)