Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

જો તાજમહલને વક્ફ બોર્ડની મિલ્કત માનવામાં આવે છે તો ભવિષ્યમાં લાલકિલ્લા અને ફતેહપુર સિકરી પર દાવો કરશે

 

તાજમહલના માલિકી હકના મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. વક્ફ બોર્ડ સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું છે કે તાજમહલના માલિકી હકનો દાવો કોઈ વ્યક્તિ કરી શકે નહીં. તાજમહલ સર્વશક્તિમાનની મિલ્કત છે. તેઓ તો તેના સંરક્ષક માત્ર છે. તેઓ માલિકી હકની માગણી કરી રહ્યા નથી. સુન્ની વક્ફ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું છે કે તેમની પાસે એવા કોઈ પુરાવા નથી કે તાજમહલ તેમના નામ પર કરવામાં આવ્યો હતો. પરંતુ તેના ઉપયોગને લઈને કહી શકાય કે તે વક્ફની મિલ્કત છે.

   સુન્ની વક્ફ બોર્ડની દલીલ પર સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે તાજમહલને વક્ફ બોર્ડની મિલ્કત ઘોષિત કરવી મુખ્ય સમસ્યા છે. સુપ્રીમ કોર્ટે ક્હયું છે કે તેઓ એકવાર પ્રોપર્ટીને રજિસ્ટર કરી ચુક્યા છે. પરંતુ તેના પર દાવો કરી રહ્યા નથી. પ્રોપર્ટીને પોતાની પાસે રાખવાનો કોઈ ખાસ આધાર થઈ શકે નહીં
  સુપ્રીમ કોર્ટે એએસઆઈને કહ્યું છે કે આગામી સુનાવણી પર તેઓ કોર્ટને જણાવે કે જે સુવિધાઓ તેઓ વક્ફને આપી રહ્યા છે, તેને ચાલુ રાખવી કે નહીં ? સુપ્રીમ કોર્ટને એએસઆઈએ ક્હ્યું છે કે જો તાજમહલને વક્ફ બોર્ડની મિલ્કત માનવામાં આવે છેતો ભવિષ્યમાં લાલકિલ્લા અને ફતેહપુર સિકરી પર પણ દાવો કરશે. મામલે હવે આગામી સુનાવણી 27 જુલાઈએ હાથ ધરાવાની છે.

(9:43 am IST)