Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

હવે ટોલ નાકે ટોલ ટેક્ષ ભરવા માટે ઉભુ ન રહેવુ પડે તેવી વ્‍યવસ્‍થા કરવા વિચારણાઃ અેકાઉન્‍ટમાંથી જ પૈસા કપાઇ જશે

નવી દિલ્હી/ગુરુગ્રામ: ટુંક સમયમાં કોઈ પણ ગાડીએ ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ ભરવા માટે ઉભું રહેવું નહી પડે. એવી વ્યવસ્થા કરવામાં આવશે કે, ગાડી ટોલ પ્લાઝા ક્રોસ કરશે તો જાતે તેના અકાઉન્ટમાંથી પૈસા કપાઈ જશે.

અત્યારે વ્યવસ્થા દક્ષિણ કોરિયામાં છે. મે મહિનામાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપ્રમુખ ભારત આવવાના છે. તેમની સાથે ટોલની નવી વ્યવસ્થા સહિત અન્ય બીજા પણ MOU સાઈન કરવામાં આવશે.

જાણકારી કેન્દ્રીય માર્ગ પરિવાહન મંત્રી નીતિન ગડકરીએ સોમવારે ગુરુગ્રામના સેક્ટર 29માં એક હોટલમાં એક કાર્યક્રમ દરમિયાન આપી હતી.

ગુરુગ્રામથી થઈને દિલ્હીથી અલવર-સવાઈ માધોપુર-વડોદરાના રસ્તા મુંબઈ સુધી એક્સપ્રેસ હાઈવે બનાવવામાં આવશે, જેના પહેલા ફેઝના વડોદરાથી મુંબઈ સુધીના રસ્તાના લગભગ 44 હજાર કરોડના ટેન્ડર થઈ ચુક્યા છે. એક્સપ્રેસવે પર લગભગ એક લાખ કરોડ ખર્ચ થશે.

(7:24 pm IST)