Gujarati News

Gujarati News

News of Wednesday, 18th April 2018

ગોવામાં ૮ બાળાઓને બંધક બનાવીને પાઇપથી માર મારી મહિલા ચપ્‍પુથી ડામ દેતી હતી

ગોવાઃ ગોવાના બાઇના વિસ્‍તારમાં અેક મહિલાઅે૮ બાળાઓ ઉપર અત્‍યાચાર ગુજારતા ખળભળાટ મચી ગયો છે. આ મહિલા બાળાઓને બંધક બનાવીને પાઇપથી માર મારતી હતી અને ચપ્‍પુ ગરમ કરીને ડામ પણ દેતી હતી. જે અંગે પોલીસમાં મહિલા સામે ફરીયાદ કરવામાં આવી છે. વાસ્કો પોલીસ થાણેના ઇન્સપેક્ટર નોલાસ્કો રાપોસોએ જણાવ્યું કે 6થી 12 વર્ષની છોકરીઓને 65 વર્ષની એક મહિલા પાઇપથી પણ માર મારતી હતી. મહિલાનો દાવો છે કે તેણે છોકરીઓને દત્તક લીધી છે.

પોલીસે શહેરના બાઇના વિસ્તાર સ્થિત ફ્લેટમાંથી છોકરીઓને રવિવારે એક એનજીઓની મદદથી છોડાઇ હતી અને વીનસ હબીબ નામની મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે કહ્યું કે, છોકરીઓની મુશ્કેલી ત્યારે બહાર આવી જ્યારે રવિવારે ચર્ચ સર્વિસ દરમિયાન સ્થાનિક લોકોએ એક છોકરીના હાથ પર ઇજાના નિશાન જોયા. તેમણે જણાવ્યું કે છોકરીએ સ્થાનિક લોકોને પોતાની આપવીતી જણાવી જે પછી તેમણે પોલીસને જાણકારી આપી હતી.

પોલીસે હબીબના ફ્લેટ પર દરોડા પાડ્યાં અને તેમને બીજી સાત છોકરીઓ ત્યાંથી મળી હતી. છોકરીઓએ પોલીસને જણાવ્યું કે આરોપી મહિલા તેમને પાઇપથી ઘણું મારતી હતી. નાની નાની વાતો પર ચપ્પુ ગરમ કરીને શરીર પર ચોંટાડી દેતી હતી. પોલીસે જણાવ્યું કે હબીબ સામે આઇપીસી અને ગોવા બાલ કાનૂનની કલમોમાં કેસ નોંધીને મામલાની તપાસ હાથ ધરાઇ છે. પીડિત છોકરીઓને મર્સેસમાં ગોવા સરકાર દ્રારા ચલાવવામાં આવતાં આશ્રય ગૃહ 'અપના ઘર'માં મોકલી દેવામાં આવી છે.

(7:17 pm IST)