Gujarati News

Gujarati News

News of Saturday, 18th March 2023

ઇમરાન ખાન સામેનું ધરપકડ વોરંટ કોર્ટે રદ કર્યું: ૩૦ મીએ હાજર થવા હુકમ:

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન કોર્ટના દરવાજા સુધી આવી પરત ચાલ્યા ગયા

તોશાખાના કેસમાં કોર્ટમાં  હાજર થવા આવેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને તહરીક-એ-ઈન્સાફ પાકિસ્તાન (પીટીઆઇ)ના વડા ઈમરાન ખાન રાજધાની ઈસ્લામાબાદ સ્થિત કોર્ટ સંકુલના ગેટ પરથી પરત ફર્યા હતા.
ઈસ્લામાબાદની સેશન્સ કોર્ટે પોલીસ અને ઈમરાન ખાનના સમર્થકો વચ્ચે ઘર્ષણ બાદ સુનાવણી મુલતવી રાખી છે.  કોર્ટે કહ્યું, "આ સ્થિતિમાં સુનાવણી થઈ શકે નહીં."
બીબીસીના એક અહેવાલ અનુસાર, કોર્ટે ઈમરાન ખાન વિરુદ્ધ જારી કરાયેલ ધરપકડ વોરંટ રદ કરી દીધું છે. આ કેસની આગામી સુનાવણી ૩૦ માર્ચે થશે અને ઈમરાન ખાને કોર્ટમાં હાજર રહેવું પડશે.

 

(10:21 pm IST)