Gujarati News

Gujarati News

News of Thursday, 18th March 2021

ફ્યુચર રિલાયન્સને 20 લાખ રૂપિયાનો દંડ : તમને જેલમાં શા માટે ન મોકલવા ? : એમેઝોન સાથેની તકરારમાં દિલ્હી હાઇકોર્ટે ફ્યુચર રિલાયન્સના કિશોર બિયાની તથા અન્યોને શો કોઝ નોટિસ આપી

ન્યુદિલ્હી : એમેઝોન સાથેની ડીલમાં ઉભી થયેલી તકરારને ધ્યાને લઇ દિલ્હી હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસ મામલે નામદાર કોર્ટએ ફ્યુચર રિલાયન્સને 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.તથા આ રકમ પ્રાઈમ મિનિસ્ટર ફંડમાં આપવાનો આદેશ આપ્યો છે.તેમજ તમને જેલમાં શા માટે ન મોકલવા તેવી શો કોઝ નોટિસ ફ્યુચર રિલાયન્સના કિશોર બિયાની તથા અન્યોને આપી છે.

એમેઝોનને મળેલી મોટી જીતમાં, દિલ્હી હાઈકોર્ટે આજે ફ્યુચર-રિલાયન્સ ડીલ (એમેઝોન ડોટ એનવી ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ એલએલસી વિ. ફ્યુચર કુપન્સ પ્રા.લિ. અને ઓર્સ) સામે પસાર કરાયેલ ઇમરજન્સી એવોર્ડને માન્ય રાખ્યો છે.

ન્યાયમૂર્તિ શ્રી જે.આર. મીધાની સિંગલ જજ બેંચે આ આદેશ આપ્યો હતો, જેમણે ફ્યુચર રિટેલ, ફ્યુચર કુપન્સ, કિશોર બિયાની અને અન્ય લોકોને ઇમરજન્સી એવોર્ડનું ઉલ્લંઘન કરવા બદલ  જવાબદાર ગણ્યા છે.તથા  બિયાનીની સંપત્તિની વિગતોવાળી એફિડેવિટ ફાઇલ કરવાનો આદેશ આપ્યો છે.

ફ્યુચર ગ્રુપને રિલાયન્સ સાથેના સોદાને આગળ વધારવાની કાર્યવાહી ન કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.તથા ફ્યુચર ગ્રૂપને 25 ઓક્ટોબર, 2020 પછી રિલાયન્સ ડીલ સાથે જોડાયેલા કોઈપણ પગલાને રેકોર્ડ પર રાખવા નિર્દેશ પણ આપ્યો છે.  

કિશોર બિયાની અને અન્ય લોકોને એપ્રિલ માસમાં થનારી  સુનાવણીની  તારીખે હાઇકોર્ટ સમક્ષ હાજર થવા હુકમ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે સ્ટેટસ સ્કવો સામેની એમેઝોનની અપીલ સુપ્રીમ કોર્ટમાં પડતર છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:51 pm IST)