Gujarati News

Gujarati News

News of Thursday, 18th March 2021

કેન્દ્રને ટિકૈતની ધમકી : કાયદાઓ પરત લો અન્યથા આંદોલન હેઠળ ખાનગી કંપનીઓના ગોડાઉન તોડી પાડીશું

ખેડૂત આંદોલન ૧૦૦ દિવસથી વધુ સમયથી ચાલુ : યુવાઓને જવાબદારી લેવા આહવાન

નવી દિલ્હી,તા. ૧૮: રાજધાની દીલ્હીની સીમાઓ ઉપર કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરૂધ્ધ ખેડૂત આંદોલન ૧૦૦ દિવસથી વધુ સમયથી ચાલી રહ્યુ છે. દરમિયાન ભારતીય કિશાન યુનિયનના પ્રવકતા રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકારને ધમકી આપી છે કે જો કાયદાને પરત નહીં લેવાયતો હવે કંપનીઓના ગોડાઉનને નિશાન બનાવશે.

ટિકૈતે કેન્દ્રને ચેતવણી આપતા કહેલ કે આંદોલનની આગળની કાર્યવાહીમાં કેટલીક ખાનગી કંપનીઓના ગોડાઉનને ધ્વસ્ત કરાશે. અબોહરથી ૪૦ કિમી દૂર શ્રી ગંગાનગરમાં સંયુકત કિશાન મોરચાને આહવાન ઉપર બોલાવાયેલ કિશાન મહાપંચાયતમાં ટિકૈતે જણાવેલ કે ના કાયદાઓને ધ્યાનમાં રાખી મોટા મોટા ગોડાઉનનું નિર્માણ કરાયેલ અને અનાજનું ભંડારણ શરૂ કરાયેલ.

તેમણે વધુમાં જણાવેલ કે ભાજપની રાજ્ય સરકાર બેંકો, વીમા કંપનીઓ અને અન્ય સરકારી ઉદ્યોગોને ખાનગી કંપનીઓને વેચવાની યોજના બનાવી રહી હતી. સરકાર કાયદો લાવવા જઇ રહી છે. જેમાં દુધ, વીજળી, ખાતર, બીયારણ અને મોટર વાહનની માર્કેટીંગ કોર્પોરેટસના હાથમાં ચાલ્યો જશે. ટિકૈતે યુવાઓને ખેડૂતોના આંદોલનની જવાબદારી લેવા અને ખેતરો તરફ જવા અને પોતાના માટે રોજગાર ઉભો કરવા આહવાન કરેલ. અંતમાં તેમણે જણાવેલ કે મીડીયા કર્ણાટક,તામીલનાડુ અને દેશના અન્ય ભાગોમાં ખેડૂત આંદોલનની ખબર નથી દેખાડી રહ્યું. પણ અમે સોશ્યલ મીડીયાની માધ્યમથી લોકો સુધી પહોંચીશું.

(3:12 pm IST)