Gujarati News

Gujarati News

News of Tuesday, 18th February 2020

પ્રશાંત કિશોરનો નીતીશ કુમાર પર મોટો હુમલો : કહ્યું ગાંધી અને ગોડસે એક સાથે ના ચાલી શકે

જે ગોડસેની વિચારધારા સાથે જોડાયેલી હતી જેની સાથે ઉભા રહેવું મુશ્કેલ

નવી દિલ્હી : બિહારમા આ વર્ષે યોજાનારી વિધાનસભા ચુંટણીને લઈને રાજકારણ અત્યારથી જ ગરમાવા લાગ્યું છે. જેમાં બિહારમાં જેડીયુ પ્રમુખ અને સીએમ નીતીશ કુમારે પાર્ટીના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરને પક્ષમાંથી સસ્પેન્ડ કરેલા પ્રશાંત કિશોર ખુલીને પ્રથમ વાર આવ્યા હતા

  પ્રશાંત કિશોરે કહ્યું મે અમારા અને નીતીશ કુમાર વચ્ચે બે વાતોને લઈને મતભેદ રહ્યો છે. સીએમ નીતીશ ગાંધીજી અને લોહિયાની વિચારધારાની વાતો કરતા હતા. પરંતુ તે એવી વાતો કરવા લાગ્યા કે જે ગોડસેની વિચારધારા સાથે જોડાયેલી હતી જેની સાથે ઉભા રહેવું મુશ્કેલ હતું. તેમજ ગાંધીજી અને ગોડસે સાથે કેવી રીતે ચાલી શકે .

   તેમજ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાના મુદ્દે પ્રશાંત કિશોરે કહ્યું કે નીતીશજીએ મને પુત્રની જેમ રાખ્યો છે. અનેક કિસ્સામાં તેમને મારા પિતાતુલ્ય માનું છું. તેમનો મને પાર્ટીમા સામેલ કરવાનો અને સસ્પેન્ડ કરવાના નિર્ણયને હું સ્વીકારું છું. પરંતુ હું બિહારને આગળ લઈ જવાની તમામ કોશિષો કરીશ. તેમાં ગમે તેટલો સમય લાગે.આગામી બે દિવસમા બાત બિહારના માધ્યમથી શું સમગ્ર બિહારના યુવાનોને જોડીશ

(12:40 pm IST)