Gujarati News

Gujarati News

News of Monday, 17th February 2020

જેવીએમ ભાજપમાં વિલીન: અમિતભાઇ શાહની હાજરીમાં 14 વર્ષ બાદ બાબુલાલ મરાંડીની ઘર વાપસી

બાબુલાલ મરાંડીને વિધાનસભામાં વિપક્ષી નેતા બનાવાય તેવી શક્યતા

 

રાંચી : ઝારખંડ વિકાસ મોરચા (જેવીએમ) ભાજપમાં વિલી થયું છે જવિમોના વડા બાબુલાલ મરાંડી ભાજપના પૂર્વ અધ્યક્ષ અમિતભાઈ  શાહની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. અમિતભાઈ  શાહે બાબુલાલ મરાંડીને ફૂલહાર પહેરાવી પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું હતું. મરાંડીની સાથે જ ઝાવીમોના અનેક અધિકારીઓ પણ ભાજપમાં જોડાયા હતા.

ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ બાબુલાલ મરાંડીને જેવીએમ, ભાજપમાં ભળી ગયા બાદ વિધાનસભામાં વિપક્ષી નેતા બનાવી શકે છે. બાબુલાલ મરાંડી 14 વર્ષ બાદ ભાજપમાં પાછા ફર્યા છે. 2006 માં તેઓ ભાજપથી છૂટા પડ્યા અને નવી પાર્ટીની રચના કરી. જો કે, તેમની પાર્ટીનું પ્રદર્શન સારુ ન હતું અને સતત ગગડતું રહ્યું. 2009, 2014 અને 2019 માં ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ માત્ર 11, 8 અને 3 બેઠકો જીતી હતી.

, લગભગ 14 વર્ષ બાદ મરાંડી ભાજપમાં પાછા ફર્યા હતા. બાબુલાલની ઘર વાપસી બાદ ઝારખંડમાં ભાજપના રાજકારણમાં સંપૂર્ણ પરિવર્તન આવી શકે છે. રાજ્યમાં આદિવાસી ચહેરો શોધી રહેલા ભાજપને ફરી એકવાર બાબુલાલ મરાંડીના રૂપમાં એક નેતા મળી ગયો છે, જે મૂળથી સંઘ સાથે જોડાયેલા છે. જે ઝારખંડના રાજકારણનું જાણીતું પણ નામ છે.

(12:21 am IST)