Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

પથ્થરબાજોની સામે કઠોર પગલા લેવાનો પણ સમય

પથ્થરબાજો હંમેશા સુરક્ષા દળો સામે અડચણરૂપ : ત્રાસવાદીઓ સામે જીવ જોખમમાં મુકી કાર્યવાહી કરતા જવાનો સામે પથ્થરમારો કરનારને સજા કરવા માટે માંગ

પુલવામા, તા.૧૮ : પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ ગાજી ઉર્ફે કામરાનને ઠાર કરવામાં આવ્યા બાદ ત્રાસવાદીઓ સામે ઓપરેશન વેળા આજે ફરી એકવાર સ્થાનિક લોકોએ સેનાની કાર્યવાહી આડે અડચણો ઉભી કરવાના પ્રયાસ કર્યા હતા. સુરક્ષા દળો પર પથ્થરમારો કરીને સ્થાનિક લોકોએ ફરી પ્રશ્નો ઉઠાવ્યા છે. સ્થાનિક લોકોને વારંવાર જતા રહેવા માટે સુરક્ષા દળોએ અપીલ કરી હોવા છતાં આ લોકોએ અડચણો ઉભી કરવામાં પ્રયાસો કર્યા હતા. જેથી સુરક્ષા દળો સામે અડચણો ઉભી થઈ હતી. સ્થાનિક પથ્થરબાજોને જડબાતોડ જવાબ આપવામાં સુરક્ષા દળો કેમ ખચકાઈ રહ્યા છે તેવા પ્રશ્નો પણ હવે થઈ રહ્યા છે. કારણ કે આતંકવાદીઓ સામેની કાર્યવાહીમાં મદદરૂપ થનાર તમામ પણ આતંકવાદી અને દેશના દુશ્મન હોવાની વાત સેનાના ટોપ અધિકારીઓ પણ કરી ચુક્યા છે ત્યારે પથ્થરબાજો સામે પણ અતિ કઠોર કાર્યવાહી કરવા માટે લોકોની માંગ ઉઠી રહી છે. આ સ્થાનિક લોકો ત્રાસવાદીઓને કેમ મદદ કરી રહ્યા છે તેને લઈને પણ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. સૌથી પહેલા સ્થાનિક કટ્ટરપંથીઓ સામે પગલાંની માંગ ઉઠતા આગામી દિવસોમાં પથ્થરબાજો સામે પણ કોઈ આક્રમક રણનીતિ અપનાવીને આગળ વધવાની જરૂર પડશે. વિતેલા વર્ષોમાં પણ જ્યારે પણ ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરાઈ છે ત્યારે પથ્થરબાજોએ મોટી સમસ્યા ઉભી કરી છે. આમાં સુરક્ષા દળોને ઈજાઓ પણ થઈ છે. જાન જોખમમાં મુકીને દેશની સેવા કરતા અને ત્રાસવાદીઓ સામે જંગ ખેલનાર સુરક્ષા દળો સામે અડચણરૂપ બનનાર કટ્ટરપંથીઓને પાઠ ભણાવવા દેશના લોકોની માંગ છે.

(7:36 pm IST)