Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

વડાપ્રધાન આવાસ યોજના હેઠળ ઘર ખરીદનારે હવે વ્યાજ સબસીડી મેળવવા વધુ રાહ નહીં જોવી પડે

શહેરી વિસ્તારોમાં વડાપ્રધાન આવાસ યોજના (PMAY) અંતગર્ત ઘર ખરીદનાર લોકોને હવે વ્યાજ સબસિડી મેળવવા માટે વધુ રાહ જોઇ નહી પડે. લોકસભા ચૂંટણી પહેલાં સરકાર આ સ્કીમનો ફાયદો વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચાડવા માંગે છે. તેમાં ઇનકમ ટેક્સ વિભાગ (Income Tax Department) ની ભૂમિકા મહત્વપૂર્ણ હશે. પહેલીવાર ઘર ખરીદનારાઓને આ વડાપ્રધાન આવાસ યોજનાનો લાભ મળે છે. સબસિડીવાળી લોન મેળવવા માટે ઘર ખરીદનારાઓને બેંકોની શાખાઓના નિર્ણયની રાહ જોવી નહી પડે, તેના માટે સરકાર ઇનકમ ટેક્સ વિભાગના આંકડાઓની મદદ લેશે.

ઇનકમ ટેક્સ વિભાગના આંકડાઓથી કરવામાં આવશે લાભાર્થીઓની ઓળખ

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર, ઇનકમ ટેક્સ વિભાગના આ આંકડા દ્વારા વડાપ્રધાન આવાસ યોજનાના દાયરામાં આવનાર સંભવિત લાભાર્થીઓની ઓળખ કરવામાં આવશે. પછી ઇનકમ ટેક્સ વિભાગ તેમને એક સર્ટિફિકેટ ઇશ્યૂ કરશે. આ સર્ટિફિકેટની મદદથી તે સરળતાથી સબસિડીવાળી લોન પ્રાપ્ત કરી શકશે.

કોને મળે છે વડાપ્રધાન આવાસ યોજનાનો લાભ?

આમ તો ઘર ખરીદનાર જેની વાર્ષિક આવક 18 લાખ રૂપિયા સુધી છે. તેમને પહેલીવાર ઘર ખરીદતાં અથવા બનાવતાં વડાપ્રધાન આવાસ યોજના (PMAY) હેઠળ હોમ લોન પર સબસિડી મળે છે. આ યોજના હેઠળ હોમ લોન પર 2.5-2.7 લાખ સુધી સબસિડી આપવામાં આવે છે. ડિસેમ્બર સુધી 3.4 લાખ લોકોએ આ સ્કીમનો ફાયદો ઉઠાવ્યો છે. 

(5:18 pm IST)