Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ટ્રાઇ દ્વારા આદેશઃ બેસ્ટ ફિટ પ્લાન હેઠળ ગ્રાહકો પાસેથી હાલની યોજનાથી વધુ રકમ નહીં લઇ શકાય

નવી દિલ્હી: ઇન્ડિયન ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાઇ)એ કહ્યું કે ડીટીએચ  (DTH) અને કેબલ ઓપરેટર કોઇપણ ગ્રાહક પાસેથી 'બેસ્ટ ફિટ પ્લાન' હેઠળ તેના સામાન્ય મંથલી બિલ કરતાં વધુ રકમ વસૂલ કરી શકશે નહી. નિયામકે આ સાથે જ કહ્યું છે કે કોઇપણ પ્રકારની ફરિયાદ મળતાં કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાઇના સચિવ એસકે ગુપ્તાએ કહ્યું કે, ''ટ્રાઇએ ડિસ્ટ્રીબ્યૂશન પ્લેટફોર્મ ઓપરેટર (DPO) સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે તે બેસ્ટ ફિટ પ્લાન હેઠળ ગ્રાહકોને તેમની હાલની યોજનાથી વધુ રકમ લઇ શકશે નહી. ગુપ્તાએ કહ્યું કે ટ્રાઇ સ્થિતિ પર નજર રાખી રહી છે. ગ્રાહકોએ કોઇ ફરિયાદ કરી તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે.

ચેનલ પસંદ કરવાની અંતિમ તારીખ વધારીને 31 માર્ચ કરી

તેમણે કહ્યું કે 'ટ્રાઇએ ડીપીઓને તે ગ્રાહકોને બેસ્ટ ફિટ પ્લાન ઓફર કરવા માટે કહ્યું છે જેમણે હજુ સુધી ચેનલનો વિકલ્પ પસંદ કર્યો નથી. એવા ગ્રાહકોના હિતોની રક્ષા અને તેમને કોઇપણ પ્રકારની અસુવિધાથી બચાવવા માટે કરવામાં આવ્યું છે. નિયામકે ચેનલને સિલેક્ટ કરવાની અંતિમ તારીખને વધારીને 31 માર્ચ 2019 સુધી કરી દીધી છે. ટ્રાઇએ કહ્યું કે ગ્રાહકોને ઉપયોગની રીત અને ભાષાના આધારે બેસ્ટ ફિટ પ્લાનને ડિઝાઇન કરવો જોઇએ.

નવા ભાવથી પ્રસારકોને ચૂકવણી કરવી પડશે

કેબલ તથા ડીટીએચ સેવા પુરી પાડનાર (DPO) ને પ્રસારકોને આ મહિનાથી નવા ભાવ મુજબ ચૂકવણી કરવી પડશે. ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ ફાઉન્ડેશને આ વાત કહી છે. ટ્રાઇએ આ પહેલાં કહ્યું હતું કે કેબલ સેવાઓનો ઉપયોગ કરનાર ફક્ત 65 ટકા ગ્રાહકોને અને ડીટીએચ સેવાઓનો ઉપયોગ કરનાર ફક્ત 35 ટકા ગ્રાહકોને નવા ભાવને અપનાવ્યા છે.

(5:18 pm IST)