Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ઓસ્ટ્રેલિયા : ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષોના કોમ્પ્યુટર હેક થયા

લિબરલ - લેબર - નેશનલ એમ ત્રણ પક્ષોના કોમ્પ્યુટર નેટવર્ક હેક થયાની ઓસ્ટ્રેલિયન વડાપ્રધાનની જાહેરાત

સીડની : ઓસ્ટ્રેલિયાના મહત્વના રાજકીય પક્ષોના કોમ્પ્યુટર નેટવર્કને હેક કરવામાં આવ્યા હોવાની માહિતી ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરીસને આપી છે. આ પ્રવૃતિમાં રાજયના જ કોઈ વ્યકિતનો હાથ હોવાની શંકા તેમણે વ્યકત કરી છે. ગત અઠવાડીયે ઓસ્ટ્રેલિયાની પાર્લામેન્ટની સિસ્ટમ્સનું હેકીંગ થયુ હતું. જેની તપાસમાં આ વિગતો સામે આવી છે. વડાપ્રધાને કહ્યું કે ચૂંટણીમાં અવરોધ આવે તેવા કોઈ પુરાવા નથી.

ઉલ્લેખનીય છે કે એકાદ મહિનામાં જ ઓસ્ટ્રેલિયામાં ચૂંટણી યોજાવાની છે.

વડાપ્રધાન મોરીસને સંસદને જણાવ્યું કે આ અઠવાડીયામાં લિબરલ, લેબર અને નેશનલ એમ ત્રણ પાર્ટીઓનું નેટવર્ક હેક કરવામાં આવ્યું છે.

(3:49 pm IST)