Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

હવે ટીક ટોક એપ સામે તામીલનાડુ સરકાર મેદાને

સંસ્કૃતિનું પતન કરનાર એપ ઝડપથી ફેલાય છે

ચેન્નાઇ : તામીલનાડુ ની ધારાસભામાં રાજયના ઇન્ફોર્મેશન ટેકનોલોજીની રાજય કક્ષાના પ્રધાન એમ મણીશંકદને કહયું કે ચાઇનીઝ  મોબાઇલ એપ ટીક ટોક પર પ્રતિબંધ મુકવા માટે તામીલનાડુ સરકાર યોગ્ય પગલા લેશે. આ એપ મોટા ભાગે યુવાનો નાના વીડીઓ બનાવવા અને શેર કરવા માટે વાપરે છે. એમજેકે ના  થમીમુમ અન્સારી ની અરજીના જવાબમાં પ્રધાને આ વાત કરી હતી. અન્સારીનું કહેવું છે કે, યુવા વર્ગ ટીક ટોક પર ચોંટયો રહે છે અને તેનું  સાંસ્કૃતિક પતન થાય છે, તેમણે એ પણ  ધ્યાન દોર્યુ  હતું કે, આ એપ દ્વારા નિર્દોષ લોકો ખાસ કરીને  મહીલાઓના ચહેરાનો સેકસ્યુઅલ વિડીયોમાં મોર્ફીગ કરીને નિરકુંશ રીતે દુરપયોગ કરાય છે. રાજય કક્ષાના પ્રધાને કહ્યું કે સભ્યોની રાય જાણીને આ બાબતે જરૂરી પગલાં લેવા માટેકેન્દ્રનો સંપર્ક કરવામાં આવશે.

ટીક ટોક જે યુવા વર્ગમાં પ્રખ્યાત છે તે શાળા અને કોલેજની છોકરીઓ તથા યૃહિણીઓ માટે ખરેખર એક જાળ સમાન બની જાય છે.

હાલમાં જ ચેન્નાઇ પોલીસે એક રેકેટનો પર્દાફાશ કર્યો હતો, જેમાં ટીક ટોકમાંથી ડાઉનલોડ કરેલા ફોટાઓને મોફ ર્ છેડછાડ કરીને ગ્રાહકોને બોલાવવામાં આવતા હતા.

સાલેમ શહેરમાં પોલીસે શાળાઓ તથા કોલેજોમાં વિદ્યાર્થીઓને આ એપ પર લોગ ઓન કરવા સામે તેમના મા-બાપને બોલાવ્યા છે, ઘણા મા-બાપોની ફરીયાદ હતી કે , ટીક ટોકમાંના છોકરીઓના ફોટાને મોર્ફ કરીને કામોતેજક રીતે ઇન્ટરનેટ પર પ્રસારીત કરવામાં આવે છે, ત્યાર પછી પોલીસે આ પગલું લીધું હતું. પોલીસે વિદ્યાર્થીઓ માટે ઘરે અને શાળા કોલેજમાં આ બાબતે કાઉન્સેલીંગની આ રમત ચોક્કસ વર્ગ જુથને માન્યતા ધરાવતા યુવાનો વધુ ઉપયોગ કરી રહ્યાનુૅ પણ ચર્ચાય છે. જેની તપાસ થવી જરૂરી ગણવાય છે.

ગયા અઠવાડીયે, સાલેમ સરકારી આર્ટસ કોલેજના કેટલાક વિદ્યાર્થીઓને તેમની તાલીમ, લેકચરરને તામીલ ફીલ્મના કોમેડીયન વડી વેલુના ડાયલોગ વિકૃત રીતે બોલતા વીડીયો અપલોડ કરવા માટે કોલેજમાંથી કાઢી મુકયા હતા.

 એક દુઃખદ બનાવમાં એક યુવાને ટીક ટોકમાં આત્મહત્યા કરતો હોય તેવો વીડીઓ બનાવવાના પ્રયાસમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો જોકે આ એપ વાપરવા માટે ચોક્કસ વર્ષથી વધુ ઉંમર હોવી જોઇએ તેવી મર્યાદા છે, પણ બાળકોને તેનું વ્યસન થઇ ગયું છે, જોકે આ એપ પર મોટાભાગના વીડીયો ગાયકીના અને નૃત્યના હોય છે.

ટીક ટોકનો ઇતીહાસ

ચીનમાં ટીક ટોક ડોઉચીન તરીકે ઓળખાય છે, અને નાના વીડીઓ બનાવવા અને શેર કરવા માટેની એપ છે.ચીનમાંં ડોઉચીન તરીકે સપ્ટેમ્બર  ૨૦૧૬ માં તે બીટડાન્સ દ્વારા લોંચ કરાઇ હતી. એશીયા, અમેરીકા સહિત દુનિયાના ઘણા દેશોમાં તે શોર્ટ વીડીઓ પ્લેટફોર્મ તરીકે પ્રખ્યાત છે. ૨૦૧૮ માં આ એપ્લીકેશન એટલી પ્રચલીત થઇ કેે, અમેરીકામાં તે સોૈથી વધુ  ડાઉનલોડ થયેલી  એપ બની હતી.

૨૦૧૮ માં તે ૧૫૦ દેશોમાં ૭૫ ભાષામાં મળવા માંડી છે. આ એપ્લીકેશન વાપરનારને ૧૫ સેકન્ડનો વીડીયો બનાવવાની પરવાનગી આપે છે. જુલાઇ ૨૦૧૮માં આ એપને દુનિયાભરમા ં વાપરનારાઓની  સંખ્યા ૫૦૦ મીલીયન  પર પહોંચી હતી. અમેરીકામાં તે ૮૦ મીલીયન અને ચીન સિવાય દુનિયાભરમાં ૮લાખો મીલીયન વખત તે ડાઉનલોડ થઇ હતી. જીમ્મી ફેલોન અને ટોની ટોક જેવી સેલીબ્રીટીઓ પણ તેની સાથે નવેમ્બર ૨૦૧૮ માં જોડાઇ હતી.

૯ નવેમ્બર ૨૦૧૭ ના રોજ ટીક ટોકની મુખ્ય કંપની બાયરડાન્સે ૧ મીલીયન ડોલર ખર્ચીને શાંધા હાઇ સ્થિત અને સાન્તા મોનીકામાં ઓફીસ ધરાવતી મ્યુઝીકલ ડોર લી. કંપનીએ ખરીદી લીધી, જે અમેરીકન ટીનેજરનું માર્કેટ ધરાવતું પ્રખ્યાત સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ધરાવતી હતી. ર ઓગસ્ટ ૨૦૧૮ ના રોજ મોટી વીડીયો કોમ્યુનીટી બનવા માટે મ્યુઝીકલ ડોટ બી ને મર્જ કરીને બન્નેના ડેટા ટીક ટોકમાં ભેગા કરાયા.

૨૦૧૮ માં પ્રથમ ૬ મહીનામાં એપ્પલ પ્લે  સ્ટોર પર ૧૦૪ મીલીયન થી પણ વધુ વખત ડાઉનલોડ થઇને તે દુનિયાની સોૈથી વધુ ડાઉનલોડ થનાર એપ બની. આ સમય ગાળામાં તેણે ફેસબુક, યુ ટયુબ અને ઇન્સ્ટ્રાગ્રામને પાછળ મુકી દીધા હતા.

ટીક ટોક મોબાઇલ એપ પોતાના વપરાશકર્તાઓને પોતાના શોર્ટ વીડીયો બેકગ્રાઉન્ડ મ્યુઝીક સાથે બનાવવાની છુટ આપે છે. આ એપમા ંમ્યુઝીક વીડીયો બનાવવા માટે યુઝર્સને એપ પરથી વિશાળ રેંજમાં મ્યુઝીકમાંથી પસંદગી કરવાની સગવડતા મળેે છે.ફીલ્ટર સાથે તેને એડીટ કરી શકે છે. અને અપ લોડ કર્યા પહેલા તેમાં સ્પીડ એડજસ્ટમેન્ટ સાથે ૧૫ સેકન્ડનો વીડીયો બનાવી શકાય છે. જે ટીક ટોક અથવા બીજા સોશ્યલ પ્લેેટફોર્મ પર શેર કરી શકાય છે.

(3:49 pm IST)