Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

અલગતાવાદી રાગ આલાપનાર નેતાઓ ઉપર સિકંજો કસાશે

હુર્રિયતી નેતાઓની સુરક્ષા પરત લીધા બાદ વધુ એક મોટો નિર્ણય

જમ્મુઃ(સુરેશ ડુગ્ગર) તા.૧૮ : કાશ્મીરના પુલવામાના સીઆરપીએફ કાફલાની બસ ઉપર આત્માઘાતી હુમલા બાદ કેન્દ્ર સરકારે હુર્રિયત નેતાઓની સુરક્ષા પરત ખેંચી લીધી છે. સરકારના આ નિર્ણયને રાજકીય સમીક્ષકો મોટો નિર્ણય બતાવી રહ્યા છે. આ નિર્ણય દિલ્હીમાં થયેલ હાઇલેવલ મીટીંગમાં લેવાયેલ.

અધિકારીના જણાવ્યા મુજબ આદેશમાં પાકિસ્તાન સમર્થક અલગતાવાદી સઇદ અલીશાહ ગિલાની અને જેકે એલએફના યાસીન મલીકનો ઉલ્લેખ કરાયેલ નથી. જો કે આ આદેશ બાદ એવી ચર્ચા થઇ રહી છે કે રાજકીય વ્યકિતઓની પણ સુરક્ષા સમીક્ષા થશે જે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અલગતાવાદી સુર આલાપી રહ્યા છે.

હુર્રિયતી નેતાઓની સુરક્ષા અને તેમને અપાયેલ વાહન ગઇકાલે જ પરત લઇ લેવામાં આવી છે. કોઇપણ બહાને તેમને કે અન્ય અલગતાવાદીઓને સુરક્ષા બળ કે કવર આપવામાં નહીં આવે. અને જો તેમની પાસે કોઇ સરકારી અન્ય સુવીધા હશે તો તેને તુરંત પરત લઇ લેવાશે. પોલીસ અન્ય અલગતાવાદીઓની પણ સમીક્ષા કરી રહી છે જેની પાસે ેસરકારી સુરક્ષા કે સુવીધાઓ હોય.

પ૦  જેટલા અલગતાવાદી નેતાઓને રાજય-કેન્દ્ર સરકાર દ્વારા ઝેડ પ્લસ સુધીની સુરક્ષા અપાતી

જો કે અધિકારીક રીતે કાશ્મીરી અલગતાવાદી નેતાઓની સુરક્ષા પાછળ દર વર્ષે ૩ થી પ કરોડની રકમ ખર્ચ થતી હોવાનું સ્વીકારાયું છે. આમાં તો સુરક્ષાકર્મીઓનો પગાર સમાવાયો નથી જે તેમની સુરક્ષામાં તૈનાત છ.ે

ચોંકાવનારૂ તથ્ય એ પણ છે આ પ૦ જેટલા કાશ્મીરી અલગતાવાદીઓને રાજય કે કેન્દ્ર સરકારના આદેશ ઉપર સુરક્ષા અપાયેલ છે. સર્વદળીય હુરિયત કોન્ફરન્સના અધ્યક્ષ મીરવાયઝ મૌલવી ઉમર ફારૂખને તો કાયદેસર ''ઝેડ પ્લસ''ની સુરક્ષા આપવામાં આવી છે.

અલગતવાદી નેતાઓને ઝેડ પ્લસ, ઝેડ અને વાય શ્રેણીની સુરક્ષા છે.પ૦ જેટલા આ નેતાઓમાં મીરવાયઝ ઉમર ફારૂક, સઇદ અલી શાહ ગિલાની મૌલવી અબ્બાસ અંસારી, શબ્બીર અહમદ શાહ, જાવેદ મીર, અબ્દુલ ગની બટ, સજજાદ લોન, બિલાલ લોન તથા યાસીન મલિકનો સમાવેશ થાય છે. જેની પાછળ ૩ થી પ કરોડનો ખર્ચ થાય છે પણ બિનસરકારી આંકડાઓ આનાથી ડબલ ખર્ચ થતો હોવાનું જણાવે છ.ે

જમ્મુ - કાશ્મીરની મુલાકાતે ગયેલ ગૃહમંત્રી રાજનાથસિંહને હુર્રિયત કોન્ફરન્સ અને જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી નેતાઓના નામ લીધા વિના પાકિસ્તાન અને આઇએસઆઇની આર્થિક મદદ લેવા વાળાની સરકારી સુરક્ષા ઉપર ફરી વિચાર કરવાનું પણ જણાવેલ તેમણે ઉમેરેલ કે કેટલાક એવા અસામાજીક તત્વો છે, જે સીમા પારથી આંતકી સંગઠનો, આતંકી તાકાતો અને આઇએસઆઇ સાથે હાથ મિલાવી રહ્યા છ.ે તેઓ આતંકી ષડયંત્રમાં સામેલ છેતેઓ જમ્મુ-કાશ્મીરના લોકો અને ખાસ યુવાઓના ભવિષ્ય સાથે ચેડા કરે છે.તેમની વિરૂદ્ધ કડક કાર્યવાહી થશે.(૬.૧૯)

(3:45 pm IST)