Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

પાકિસ્તાનમાં ફાંસીની સજા પામેલ કુલભૂષણ જાધવના કેસની સુનાવણી શરૂ

કેસનો ચુકાદો આ વર્ષે જ આવે તેવી શકયતા

 હેગ, તા.૧૮ : ભારત- પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલી નવી તંગદિલી બંને દેશોના વકીલો આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કુલભૂષણ જાધવના કેસમાં દલીલો કરશે. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસમાં જાધવના કેસના ચાર દિવસ જાહેર સુનાવણી આજે શરૂ થઈ છે.

ભારતના નેવી અધિકારી જાધવને પાકિસ્તાનની મિલિટરી કોર્ટે જાસૂસીના આરોપ હેઠળ ૨૦૧૭માં ફાંસીની સજા કરી હતી. ત્યારબાદ જાધવ માટે ભારતે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં અરજી કરીને પાકિસ્તાનની કોર્ટના આદેશને પડકાર્યો હતો.

૨૦૧૭ના મે માસમાં ભારતે પ્રથમવાર આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અરજી કરીને પાકિસ્તાને વિએના કોન્વેશનનો ભંગ કર્યાનું જણાવ્યું હતું. પાકિસ્તાને જાધવને રાજદૂતાવાસની મુલાકાત લેતા પણ અટકાવ્યો હતો.

ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસની સ્વાયત્ત્।તા બીજા વિશ્વયુદ્ઘ પછી આંતરરાષ્ટ્રીય કાનુની વિવાદ ઉકેલવા થઈ હતી તેમાં ૧૦ સભ્યોની બેંચ છે. આ કોર્ટે જાધવની ફાંસી પર મનાઈ હુકમ આપ્યો હતો. ફેબુ્રઆરીની ૧૮થી ૨૧ જાહેર સુનાવણી કરવા ઠેરવ્યું હતું.(૩૭.૬)

(3:43 pm IST)