Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ભાજપના કારણે પાકિસ્તાન અને જમ્મુ કાશ્મીરનો જન્મ થયો :કોંગ્રેસ નેતા રિપુન બોરાનો આક્ષેપ

નવી દિલ્હી :જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ કોંગ્રેસ નેતા રીપુન બોરાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે તેમણે જણાવ્યુ કે, ભાજપના કારણે પાકિસ્તાન અને જમ્મુ કાશ્મીરનો જન્મ થયો છે. જમ્મુ કાશ્મીરના જે હાલ છે તેના માટે ભાજપ જવાબદાર છે. કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ સરકાર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતી નથી.

સરકારે પહેલા દેશના બદલે જમ્મુ કાશ્મીરની સ્થિતિને કાબૂમાં લેવા માટે કામ કરવુ પડશે. પુલાવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ સરકાર પર આંતકવાદ વિરૂદ્ધ કાર્યવાહી કરવાનું દબાણ સતત વધારવામાં આવી રહ્યુ છે. ત્યારે રીપન બોરાએ સરકાર પાસે આતંકવાદ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે.

(2:00 pm IST)