Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

સર્જિકલ સ્ટ્રાઇક નહીં, ઇન્દિરાની જેમ લાહોરમાં ઘૂસી પાકિસ્તાનીઓને મારો: શિવસેના

લાહોર સુધી સેના ઘૂસી ખાતમો કર્યો હતો લાખો સૈનિકોએ ઘૂટણીયા ટેકવા મજબૂર કર્યા હતા

મુંબઇ: જમ્મૂ કાશ્મીરમાં જવાનોની શહાદત પર મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારમાં ભાજપના સહયોગી શિવસેનાએ સરકારને આડે હાથ લીધી છે. શિવસેનાએ મુખપત્ર ‘સામના’માં કેન્દ્ર સરકારની ટીકા કરી છે. સામનામાં લખ્યું છે કે, ‘પુલવામામાં લોહીની નદીઓ વહી હતી. તેનો બદલામાં એક સર્જિકલ સ્ટ્રાઇક કરવાના છો તે તેનો બદલો ના કહેવાય. સામનામાં દેશની પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીના ગુણગાન કરતા કહ્યું કે, પાકિસ્તાનીઓને તેમણે પાઠ ભણાવ્યો હતો.

લાહોર સુધી સેના ઘૂસી પાકિસ્તાની ટુકડીઓનો ખાતમો કર્યો હતો. લાખો સૈનિકોએ ઘૂટણીયા ટેકવા મજબૂર કર્યા હતા. પુલવામા બાદ પ્રધાનમંત્રી મોદીએ સૈનિકોને પાકિસ્તાન પર કાર્યવાહી કરવાની સંપૂર્ણ છૂટ આપી છે. પીએમ મોદીએ સેના પ્રમુખોને એ છૂટ આપી છે કે, સમય, દિવસ અને સ્થાન નક્કી કરો અને બદલો લો. હવે સર્જિકલ સ્ટ્રાઇક અથવા મર્યાદિત યુદ્ધના બે વિકલ્પ છે. તેઓ આ તેમની મરજીથી કરે.’

(1:46 pm IST)