Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

અમેરિકાની સાંસદ ઇમરજન્સી મંજુર નહીં કરે તો પ્રેસિડન્ટ વીટ્ટો પાવરનો ઉપયોગ કરશે : ડોનાલ્ડ ટ્રમ્પના સલાહકારનો સંકેત

વોશિંગટન : અમેરિકાની બોર્ડર ઉપર આવેલા મેક્સિકોની સરહદેથી ગેરકાયદે ઘુસતા વિદેશીઓને રોકવા પ્રેસિડન્ટ ટ્રમ્પએ કોંગ્રેસ સમક્ષ 5.7 અબજ ડોલરની માંગણી મૂકી હતી.જે મંજુર નહીં થતા તેમણે દેશમાં ઇમરજન્સી લાદી દીધી છે.જેથી તેઓ પોતાની સત્તાની રુએ દીવાલ બંધાવી શકે.પરંતુ તેમણે લાદેલી ઇમરજન્સી જો સંસદમાં મંજુર નહીં થાય તો તેઓ વીટ્ટો પાવરનો ઉપયોગ કરતા પણ અચકાશે નહીં તેવો સંકેત  તેમના સલાહકારે આપ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:27 pm IST)