Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

લક્ષ્ય ગ્રુપ દ્વારા અનન્ય સોફટવેર શાર્પનું લોન્ચીંગ

ભારતનું સૌ પ્રથમ મિઝરીંગ ટુલ છે જેને એલએમજી દ્વારા ઈનહાઉસ વિકસાવાયુ છે

મુંબઈ, તા. ૧૮ :. ભારતમાં અનેક સ્વતંત્ર મીડીયા માંધાતાઓમાંની એક એવા લક્ષ્ય મીડીયા ગ્રુપે 'શાર્પ'નું લોન્ચીંગ કર્યુ છે. જે સૌ પ્રથમ અદ્યતન પ્લાનગર ટુલ છે જે આઉટ ડોર કેમ્પેનની અસરકારકતા અને મીડીયા મૂલ્યને માપે છે. આ ભારતનું સૌ પ્રથમ મીઝરીંગ ટુલ છે. જેને એલએમજી દ્વારા ઈનહાઉસ વિકસાવવામાં આવ્યુ છે.

શાર્પમાં વિવિધ ડેટા પોઈન્ટ છે. જેમાં દરેક ફોર્મેટમાં જીઓટેગ્ડ લોકેસન્સ, વૈશ્વીક રીસર્ચ એજન્સીના અભ્યાસ, રહેવાસીઓના વર્તમાન પ્રોફાઈલનુ માપ અને નકશા અને હેરફેર કરતી વસ્તી અને પેનલ રેટીંગ પોઈન્ટસ પરના ડેટાનો સમાવેશ થાય છે. પ્રત્યેક્ષ સાઈટ જીઓ ટેગવાળી હોય છે અને ગુગલ મેપ એપીઆઈ સાથે ક્રોસ લીંક હોય છે તેથી બેન્કો, ટોશોરૂમ વગેરે જેવી સંબંધીત રસપ્રદ માહિતીનુ સૂચન સાઈટ પરથી કરી શકાય છે.

લક્ષ્ય મીડીયાના કહેવા મુજબ શાર્પની રચના બ્રાન્ડસ કે જે ઓઓએચ કેમ્પેન દ્વારા ડીલેવર કરાયેલ પરિણામોના જથ્થા માંગતા હતા તેવી ડીમાંડ કરાયેલ છે. આ સોફટવેર ગ્રાહક દ્વારા નિર્ધારીત ટાર્ગેટ ઓડીયનમાં અત્યંત અસરકારક પરિણામ માટે એઆઈ ઓપ્ટોમાઈઝ ભલામણો ડીલીવર કરવા મશીન લર્નિંગ પર આધારીત છે.(૨-૫)

(12:03 pm IST)