Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ગદ્દાર પાકિસ્તાન સાઉદી અરેબિયાના શરણેઃ નિષ્ફળ ઇમરાન ખાનની ભારે ચાપલુસીઃ ભીખ મેળવવા પ્રિન્સની કારના ડ્રાઇવર પણ બન્યા

ઇસ્લામાબાદઃ વિવિધ દેશોના કોપનો ભોગ બનેલુ પાકિસ્તાન આર્થિક રીતે બેહાલ થઇ ગયું છે અને ભીખનો કટોરો લઇ ઠેર-ઠેર ભટકી રહ્યું છે. એવામાં સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અગાઉથી નિર્ધારીત કાર્યક્રમ અનુસાર પાકિસ્તાન આવ્યા છે ત્યારે પાકિસ્તાન તેની ચાપલુસી કરી રહ્યું છે. પાકિસ્તાનના નિષ્ફળ શાસક ઇમરાન ખાન કે જે આઇએસઆઇના ઇશારે નાચે છે, તેમણે ભીખ માંગવા અને પ્રિન્સને વહાલા થવા માટે તેમની કારનું ડ્રાઇવિંગ કરી ડ્રાઇવર પણ બન્યા હતા તે તસ્વીરમાં દેખાય છે. ઇમરાન ખાન એરપોર્ટથી ગાડી ડ્રાઇવ કરી તેમને પીએમ હાઉસ સુધી લાવ્યા હતા. આવી ચાપસુલીના બદલામાં પાકિસ્તાનને ભીખ માંગવાના બદલામાં ૨૦ બિલીયન ડોલરનો કટકો પણ મળ્યાનું જાણવા મળે છે. પ્રિન્સ સલમાન બે દિવસ રોકાવાના છે. પાકિસ્તાન બાદ સલમાન ભારત પણ આવી રહ્યા છે.

 

(11:57 am IST)