Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ત્રાસવાદીઓના ખાત્મા માટે કાશ્મીરમાં મહાઅભિયાન

'માસ્ટર માઇન્ડ'ને શોધવા 'ઓપરેશન 25'નો પ્રારંભઃ દક્ષિણ કાશ્મીરમાં ઠલવાતા વધુ જવાનોઃ ઘુસણખોરી રોકવા પણ માસ્ટર પ્લાન

 નવી દિલ્હી તા. ૧૮ :  સીઆરપીએફ ટુકડી પર આત્મઘાતી હુમલા બાદ કેન્દ્ર સરકારે આતંકવાદીઓથી નિપટવા માટે મોટા સ્તર પર અભિયાન શરૂ કરવાનું કહેવામાં આવ્યું છે. તેના માટે અશાંત ક્ષેત્રોમાં સુરક્ષાબળોની તૈનાતી વધારવા પર વિચાર વિમર્શ ચાલી રહ્યો છે.

તેના માટે કાશ્મીર ઘાટી ખાસ કરીને દક્ષિણી કાશ્મીરમાં સુરક્ષાબળો, સેનાના જવાનોની તૈનાતીમાં વધારો કરાશે.બીજા સ્થળોથી જવાનોને ત્યાં મોકલવામાં આવશે. તેના દ્વારા આતંકવાદથી પ્રભાવિત વિસ્તારોમાં મોટા પાયે શોધખોળ ચાલુ છે અને ધરપકડ કરવાના આદેશો અપાયા છે.

ઉચ્ચ પદસ્થ સૂત્રોના જણાવ્યા મુજબ, ઘાટીમાં આર્મ્ડ ફોર્સેસ સ્પેશ્યલ પાવર એકટનું સંચાલન પણ કડકાઈ કરાશે. સુરક્ષાબળોની રણનીતિ આવનારા દિવસોમાં કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ઘ સખ્ત અભિયાન ચલાવાશે. સુરક્ષાબળોના સૂત્રોના જણાવ્યા મુજબ, સામાન્ય રીતે શાંત વિસ્તારોમાં એએફએસપીએફનું સંચાલન પણ જોર શોરથી કરાશે. આ જોગવાઈને સુરક્ષા સુધી જ મર્યાદિત રાખે છે. જયારે આ કાયદો સુરક્ષાબળોને શોધખોળ અને તપાસનો પણ અધિકાર આપે છે. તેથી હવે શાંત માનતા ક્ષેત્રોમાં પણ આતંકીઓની સંભવિત ગતિવિધિઓ પર બળોની નજર રહેશે.સાથેજ આંતરરાષ્ટ્રીય સરહદ પર બીએસએફની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે. જેથી કોઈ પણ કિંમત પર ઘુષણખોરીને સફળ થઇ શકે નહી.

સુરક્ષા એજન્સીઓની સામે સૌથી મોટો પડકાર પુલવામાં હુમલાના માસ્ટર માઈન્ડ આતંકી ગાજી રસીદને પકડવાની છે. સેનાએ રાશીદની શોધખોળમાં 'ઓપરેશન ૨૫' ચલાવામા આવ્યું છે. તેના હેઠળ જમ્મુ-શ્રીનગર હાઇવે પર પંપોરથી પુલવામા સુધી ૨૫ કિમીના વિસ્તારને ગાજીને પકડવાનું અભિયાન તેજ કરી દેવામાં આવ્યું છે. ખુફિયા એજન્સીઓના જણાવ્યા મુજબ, હુમલાના સમયે અફગાની આતંકી રશીદ પુલવામાંમાં હાજર હતા.

ઙ્ગ હુમલા બાદ જેટલી તેજીથી સુરક્ષા બળોના વિસ્તારમાં તપાસ અભિયાન ચલાવામાં આવ્યું છે.હાલમાં તેના આ વિસ્તારમાં તેમના કોઈ આકની પાસે છુપાવાની આશંકા છે.ખુફિયા સૂત્રોના જણાવ્યા મુજબ હુમલા સમયે અફગાની આતંકી રશીદ પુલવામાંઙ્ગજ હાજર હતો.

આ વિસ્તારમાં જૈશના કેટલાક આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે.(૨૧.૬)

(11:56 am IST)