Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

માંગ વધવા છતાં ઓવર સપ્લાઇને કારણે સ્થાનિક બજારમાં કોફીના ભાવમાં દબાણ

બ્રાઝિલની નિકાસ વધતા વૈશ્વિક સ્તરે પણ કોફીના ભાવમાં નરમાઇ

નવીદિલ્હી,તા.૧૮: સ્થાનિક બજારમાં માંગ વધવા છતાં ઓવર સપ્લાઇને કારણે કોફીના ભાવમાં દબાણ જોવાઈ રહયું છે. પાંચ વર્ષ અગાઉ પ૦ કિલો કોફીનો ભાવ ૯૦૦૦ આસપાસ બોલાતો હતો જયારે ત્યારે પ્રતિ પ૦ કિલો કોફીના ભાવ ૬૦૦૦થી ૬પ૦૦ની વચ્ચે બોલાઈ રહ્યા છે. નિકાસ બજારમાં ભાવ પ્રતિ ટન ૧પ૦૦ ડૉલર બોલાઈ રહ્યો છે જયારે ગત વર્ષે પ્રતિ ટન ૧૮૦૦થી ર૦૦૦ ડોલર બોલાતો હતો.

   અત્રે ઉલ્લેખનીય છેકે કોફીના ઉત્પાદનમાંથી ૮૦ ટકા કોફીની નિકાસ થાય છે બ્રાઝિલ દ્વારા વધારે નિકાસ થતા વૈશ્વિક બજારમાં પણ કોફીના ભાવમાં દબાણ જોવાઈ રહયું છે. જોકે રૂપિયો નબળો હોવાને કારણે અત્યાર સ્થાનિક વેપારી નિકાસને પ્રાથમિકતા આપી રહ્યા છે.

   સ્થાનિક બજાર ચિંતા હેઠળ જોવા મળી રહ્યા છે કારણે હાલ સ્થાનિક બજારમાં માગ સિંગલ ડિજિટમાં વૃદ્ઘિ કરી રહ્યા છે.

(10:14 am IST)