Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

ઇરાનમાંથી ક્રૂડની દૈનિક આયાતમાં ૪૫ ટકાનો ઘટાડો

કુલ આયાતમાં ઈરાનનો હિસ્સો ૧૦ ટકાથી ઘટીને ૬ ટકા રહયો : આયાતકારોમાં છઠા ક્રમે સરકયા

નવીદિલ્હી,તા.૧૮: જાન્યુઆરીમાં ઇરાનમાંથી ક્રૂડ ઓઇલની દૈનિક આયાત ૪૫ ટકા ઘટીને ૨,૭૦,૫૦૦ બેરિલ થઇ હતી અમેરિકાએ ઇરાન ઉપર આર્થિક પ્રતિબંધો લાદ્યા બાદ જો કે આ નિયમોમાંથી છ દેશોને છ મહિનાની મુકિત આપી છે. જેમાં ભારત પણ સામેલ છે.

  ભારત દર મહિને ૧૨.૫ લાખ ટન (દૈનિક ૩ લાખ બેરલ) ક્રૂડની ખરીદી કરવા બંધાયેલું છે. જો કે ડિસેમ્બરની તુલનાએ જાન્યુઆરીમાં ઇરાનમાંથી ક્રૂડ ઓઇલની આયાત ૧૦.૪ ટકા ઓછી રહી છે.

  જાન્યુઆરીમાં ઇરાન ભારતના સૌથી મોટા આયાતકારોમાં ૭માં ક્રમે છે જયારે ડિસેમ્બરમાં છઠ્ઠા ક્રમે હતો. જયારે ગતવર્ષના સમાનગાળામાં ત્રીજા ક્રમે હતો ગત મહિન ભારતની ઓઇલની કુલ આયાતમાં તહેરાનનો હિસ્સો દ્યટીને ૬ ટકા રહી ગયો છે. જે વર્ષ પૂર્વે ૧૦ ટકા જેટલો ઊંચો હતો.

ઇરાને પરિમાણું સંધિમાંથી બહાર નીકળ્યા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તહેરાનની પરમાણુની મહત્વપૂર્ણ અને બેલિસ્ટિક મિસાઇલ યોજનાને ભાંગી પાડવા પ્રયત્ન કરી રહ્યા છે. આ સાથે એપ્રિલથી જાન્યુઆરી સુધીના દસ મહિનામાં ભારત દ્વારા ઇરાનમાંથી ક્રૂડ ઓઇલની દૈનિક આયાત ૧૪.૫ ટકા વધીને ૫,૦૭,૦૦૦ બરેલ નોંધાઇ છે.

(10:13 am IST)