Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

વિદેશી હૂંડિયામણ અનામત ભંડોર ઘટીને ૩૯૮ અબજ ડૉલરે સરકયું

ફોરેન કરન્સી એસેટ્સ ૨.૪૪ અબજ ડૉલર ઘટી

મુંબઈ,તા.૧૮: રિઝર્વ બેન્કના આંકડા મુજબ ૮માં ફેબ્રુઆરીએ પૂરાં થયેલા સપ્તાહના અંતે દેશનું ફોરેકસ રિઝર્વ ૨.૧૧૯ અબજ ડૉલર ઘટીને ૩૯૮.૧૨ અબજ ડોલર થયું છે જયારે તેની અગાઉના સપ્તાહે ફોરેકસ રિઝર્વ ૨.૦૬ અબજ ડૉલર ઘટીને ૪૦૦.૨૪ અબજ ડોલર થયું હતું.

 સત્તાવાર આંકડાઓ મુજબ ફોરેન કરન્સી એસેટ્સ ૨.૪૪ અબજ ડૉલર ઘટીને ૩૭૦.૯૮ અબજ ડૉલર રહી ગઇ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ૧૩માં  એપ્રિલ ૨૦૧૮માં રોજ ભારતનું ફોરેકસ રિઝર્વ ૪૨૬.૦૨ અબજ ડૉલરની વિક્રમી ઊંચાઇએ પહોંચ્યું હતું. જો કે બાદમાં તેમાં સતત ઘટાડો નોંધાયો છે. આ ઉંચાઇએથી અત્યાર સુધીમાં ફોરેકસ રિઝર્વમાં ૩૧ અબજ ડૉલરનો ઘટાડો થયો છે.

 દેશનું ગોલ્ડ રિઝર્વ વધઘટ ૨૨.૬૮ અબજ ડૉલરે સ્થિર રહ્યું હતું. સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ ૮૦ લાખ ડોલર વધીને ૧.૪૬ અબજ ડૉલર થયા છે. આઇએમએફમાં ભારતની રિઝર્વ પોઝિશન ૩૩.૭૩ કરોડ વધીને ૨.૯૯ અબજ ડૉલર નોંધાઇ હતી.

 

(10:13 am IST)