Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

મકાઈની આયાત ડ્યુટી ફ્રી કરવા માંગણી : ઓછા વરસાદ અને કીટકોના ઉપદ્રવથી પાકને નુકશાન

પાકનું ઉત્પાદન ૧૬૦ લાખ ટનથી પણ ઓછુ રહેવાની આગાહી

નવીદિલ્હી,તા.૧૮: મકાઈની આયાત ડ્યુટી ફ્રી કરવા માંગ ઉઠી છે. ચાલુ વર્ષે સામાન્ય કરતા ઓછા વરસાદ અને કિટકોના ઉપદ્રવને કારણે પાકને નુકશાન થયું છે આ અગાઉ ર૦૧૭માં મકાઈના ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. સરકારે ર૦૧૬માં ડ્યુટી ફ્રી મકાઈની આયાત માટે મંજુરી આપી

 ભારતમાં વર્ષ દરમિયાન શિયાળાના પાકની લણણી માર્ચમાં અને ઉનાળાના પાકની લણણી સપ્ટેમ્બરમાં કરાઈ છે. કૃષિ મંત્રાલયના આંકડા મુજબ  જૂન ર૦૧૭-૧૮ના અંત સુધીમાં ભારતે ર૦ર.૪ લાખ ટન મકાઈની લણણી કરાઈ છે. ર૦૧૮-૧૯માં ઓછા વરસાદ અને કિટકોના ઉપદ્રવને કારણે મકાઈના પાકનું ઉત્પાદન ૧૬૦ લાખ ટનથી પણ ઓછુ રહેવાની આગાહી થઇ છે .

ર૦૧૮ના શિયાળા પાકમાંથી ૮૪.૭ લાખ ટન મકાઈની લણણી કરવામાં આવી છે જે અગાઉના વર્ષના શિયાળાની લણણીની તુલનાએ ૧૧ ટકાનો ઘટાડો દર્શાવે છે.

(10:12 am IST)