Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

સોયાબીનનું ઉત્પાદન વધીને ૧.૧૫ કરોડ ટન થવાની ધારણા

વાવેતર ૬,૭ ટકા વધ્યો અનુકૂળ હવામાનને કારણે ઉપજમાં થશે વધારો

રાજકોટ,તા.૧૮: સોયાબીન પ્રોસેસર્સ એસોસિયેશન (સોપા) મુજબ ચાલુ લણણી સિઝનમાં સોયાબીનનું ઉત્પાદન વધીને ૧.૧૫ કરોડ ટન થવાનો અંદાજ છે, જે ગત  સિઝનમાં ઉત્પાદન ૮૩.૬ લાખ ટન હતું. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિતના મુખ્ય ઉત્પાદક રાજયોમાં અનુકૂળ આબોહવાને કારણે ઉપજ વધાવની ધારણા છે .

  ચાલુ સિઝનમાં સોયાબીનનું વાવેતર ૬.૭ ટકા વધીને ૧.૦૮ કરોડ હેકટર થયું હતું, જે ગતવર્ષે વાવેતર ૧.૦૨ કરોડ હેકટર થયું હતું. ચાલું લણણી સિઝનમાં સરેરાશ ઉપજ ૨૯ ટકા વધીને ૧૦૫૯ કિ.ગ્રા થઈ હતી, જે અગાઉની સિઝનમાં  ઉપજ ૮૨૩ કિ.ગ્રા હતી.

  સોપાણ સર્વે મુજબ મધ્ય પ્રદેશમાં સોયાબીનનું ઉત્પાદન ૪૧ ટકા વધી ૫૯.૨ લાખ ટન થયું હતું, જે અગાઉના વર્ષ ૪૨ લાખ ટન થયું હતું રાજયમાં ચાલું સિઝન દરમિયાન કુલ ઉપજ ૩૦.૫ ટકા વધી પ્રતિ હેકટર ૧૦૯૪ કિ.ગ્રાથઈ હતી, જે તેની અગાઉના સિઝનમાં ૮૩૮ કિ.ગ્રા જેટલી હતી.

 ચાલું વર્ષ દરમિયાન મહારાષ્ટ્રમાં સોયાબીનનું ઉત્પાદનમાં ૩૨ ટકા વધી ૩૮.૪ લાખ ટન જેટલું થવાનો અંદાજ છે, જે અગાઉના વર્ષે ૨૯.૧ લાખ ટન જેટલું હતું. દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોવાને કારણે રાજયમાં પાકની ઉપજ ૨૫ ટકા વધી પ્રતિ હેકટર ૧૦૫૪ કિ.ગ્રા જેટલી થઈ હતી, જયારે તેની અગાઉના વર્ષમાં ઉપજ ૮૪૩ કિ.ગ્રા હતી.

(10:12 am IST)