Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

યસ બેંક દ્વારા દીવ સાથે ભાગીદારી

દીવના રિટેલ આઉટલેટને ડિજિટાઇઝ કરશે : ૩૦૦૦૦ લોકો પર્યટકોને લાભ

મુંબઇ તા. ૧૮ : ભારતના ચોથા સૌથી મોટા ખાનગી ક્ષેત્રની બેંક યસ બેંકે ૨૦૦થી વધુ રિટેલ આઉટલેટ્સ માટે દીવના યૂટી (કેન્દ્ર શાસિત પ્રદેશ) પ્રશાસનની સાથે કરાયેલી ભાગીદારીમાં પોતાની ભારત કયૂઆર ડિજિટલ ચૂકવણી સેવા શરૂ કરવાની જાહેરાત કરી. ડિજિટલીકરણ યોજનાનો ઉદ્દેશ કેન્દ્ર શાસિત પ્રદેશ (યૂટી)માં યાત્રા દરમિયાન પર્યટકોને કેશલેસ અનુભવની સુવિધા આપવા ઉપરાંત દૈનિક જરૂરિયાતોની વસ્તુઓની ખરીદીમાં દીવના ૩૦,૦૦૦થી વધુ રહેવાસીઓને લાભાન્વિત કરવાનો છે. યૂટી પ્રસાશનની સાથે આ સંયુકત યોજના યસબેંક દ્વારા દીવને સ્માર્ટ સિટીમાં રૂપાંતરણની યોજના અંતર્ગત શરૂ કરાયેલી ઘણી પહેલો પૈકી એક છે.

યસબેંક દ્વારા ભારત કયૂઆર શરૂ કરવાની સાથે દીવમાં પહેલીવાર વેપારીઓ અને ગ્રાહકોની પાસે એક કોડને સ્કેન કરી વ્યવહારની એક સહજ સુરક્ષિત ચૂકવણીની રીત ઉપલબ્ધ હશે. ભારત કયૂઆર દૈનિક જરૂરિયાતોની વસ્તુઓને ખરીદવા માટે રિટેલ આઉટલેટ્સ પર જનારા ગ્રાહકો માટે કોઇ પણ વેપારીની સાથે વ્યવહાર કરવા હેતુ રોકડ લઇ જવી કે અન્ય ચૂકવણી રીતનો ઉપયોગ કરવાની જરૂરિયાતોને સમાપ્ત કરે છે. આ પ્રકારે વેપારીઓને યસબેંક દ્વારા સમર્થિત માત્ર એક જ કયૂઆર કોડ સ્ટોરની સામે અથવા બેંક દ્વારા પ્રદાન કરાયેલી પોતાની મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી દર્શાવવાનો હશે.

લોંચ પર ટિપ્પણી કરતા યસ બેંકના મુખ્ય ડિજિટલ અધિકારી શ્રી રિતેશ પઈએ જણાવ્યું, 'યૂટીમાં તમામ છૂટક વ્યવહારના ઉદ્દેશથી ભારત કયૂઆરને લાઇવ કરવામાં દીવ પ્રશાસનને ભાગીદાર બનાવી યસ બેંકને ખુશી પ્રાપ્ત થઇ છે, આ પ્રક્રિયામાં નાગરિકો, પર્યટકો અને વેપારીઓને એક-કોડ સુવિધા પ્રદાન કરવામાં આવી રહી છે. પ્રગતિશીલ ડિજિટલ ચૂકવણી ઉકેલ શરૂ કરવામાં યસ બેંક અગ્રણી છે અને ડિજિટલ ઇંડિયા અને નાણાકીય સમાવેશનો જોડકા રાષ્ટ્રીય એંજંડા માટે પ્રતિબદ્ઘ છે.'

શ્રીમતી વંદના રાવ, આઈએએસ, સીઈઓ – દિવ સ્માર્ટ સિટી લિમિટેડ અને સીઓ – દિવ નગર પરિષદનાએ જણાવ્યું, 'ભારત કયૂઆર ચૂકવણી કરવાની સૌથી સરળ રીત છે, જે દિવમાં વેપારીઓ અને નાગરિકો માટે યસ બેંક (દિવ સ્માર્ટ સિટીના બેંકર) દ્વારા પ્રદાન કરાયેલ મુશ્કેલીરહિત, સરળ અને ઉપયોગકર્તાને અનુકૂળ ઉકેલ છે.'(૨૧.૮)

(10:56 am IST)