Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

લોકસભા ચૂંટણી ન લડવા રજનીકાંતની અંતે ઘોષણા

રજનીકાંતની જાહેરાતથી તમામ ચાહકોને આશ્ચર્ય : તમિળનાડુમાં પાણીની સમસ્યા સૌથી જટિલ છે જેથી જે પાર્ટી મામલાને ઉઠાવશે તેને મત અપાશે : સ્ટાર રજનીકાંત

ચેન્નાઈ, તા. ૧૭ : ફિલ્મી દુનિયા બાદ રાજનીતિમાં એન્ટ્રી કરીને તમામને ચોંકાવી દેનાર સુપરસ્ટાર રજનીકાંતે આગામી લોકસભાની ચૂંટણીમાં નહીં ઉતરવાનો નિર્ણય કર્યો છે. રજનીકાંતે નિવેદન જારી કરીને કહ્યું છે કે, તેઓ અને તેમની પાર્ટી આગામી લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતરશે નહીં. રજનીકાંતે સામાન્ય ચૂંટણીને લઇને આજે કહ્યું હતું કે, ૨૦૧૯ની ચૂંટણીમાં તેમની પાર્ટી મેદાનમાં ઉતરશે નહીં. આની સાથે સાથે રજનીકાંતે પોતાના ફોટા અથવા તો પાર્ટીના નિશાનનો કોઇપણ પ્રકારના પ્રોપેગેંડામાં ઉપયોગ કરવાને લઇને પણ ચેતવણી આપી હતી. રજનીકાંતે કહ્યું હતું કે, આગામી લોકસભાની ચૂંટણીમાં તેમની પાર્ટી કોઇપણ અન્ય પાર્ટીને ટેકો આપશે નહીં જેથી કોઇપણ પાર્ટી તેમના ફોટાનો અથવા તો તેમની પાર્ટીના ચૂંટણી પ્રતિકનો ઉપયોગ કરી શકશે નહીં. રજનીકાંતની પાર્ટી હાલમાં જ દિનપ્રિતિદિન લોકપ્રિય થઇ રહી હતી પરંતુ રજનીકાંતે આ અંગેની જાહેરાત કરીને એકાએક તમામને ચોંકાવી દીધા છે. રજની ફંડ ક્લબના નામ ઉપર કોઇપણ પાર્ટીના સપોર્ટ અથવા તો પ્રચાર માટે તેમના ફોટા અથવા તો પાર્ટીનો ઉપયોગ ન કરવા માટે રજનીકાંતે અપીલ કરી છે. રજનીકાંતે નિવેદનમાં એમ પણ કહ્યું છે કે, તમિળનાડુમાં મુખ્ય સમસ્યા પીવાના પાણીની છે. આગામી ચૂંટણીમાં આ એક મુખ્ય મુદ્દો રહેશે. જે પાર્ટી આ મુદ્દાને લઇને આગળ વધશે તે પાર્ટીને મત આપવામાં આવશે. ૬૮ વર્ષીય રજનીકાંતે ૩૧મી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે રાજનીતિમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી હતી. સત્તાવારરીતે પોતાની પાર્ટી એ ગાળાાં લોંચ કરી  નહતી પરંતુ રજની મક્કલ મંડરમ નામ પર ફેર ક્લબની રચના કરી હતી. રાજનીતિમાં એન્ટ્રી કરવામાં આવ્યા બાદથી રજનીકાંત જુદા જુદા મુદ્દાઓને લઇને તમિળનાડુમાં લોકોને મળી રહ્યા હતા.

 

(12:00 am IST)