Gujarati News

Gujarati News

News of Monday, 18th February 2019

યુપીઆઈ મારફતે ઠગાઈને લઇ બેંકોને મળેલ ચેતવણી

સાવધાન રહેવા બેંકોને આરબીઆઈની સૂચના : હેકર્સ પીડિતોના મોબાઇલનો લાભ ઉઠાવી શકે : રિપોર્ટ

મુંબઈ, તા. ૧૭ : ભારતીય રિઝર્વ બેંકે બેંકોને એકપ્રકારથી ચેતવણી આપતા બેંક છેતરપિંડીના સંદર્ભમાં સૂચના આપી છે. યુપીઆઈ મારફતે છેતરપિંડીને લઇને આરબીઆઈએ બેંકોને એડવાન્સ રહેવા માટે કહ્યું છે. યુપીઆઈ મારફતે ગ્રાહકોના બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકાય છે. સાથે સાથે ફોરજરી પણ સરળ બની શકે છે. યુપીઆઈ મારફતે ગ્રાહકો સાથે છેતરપિંડીને લઇને બેંકોને સૂચના આપવામાં આવી છે. ઓટીપી નંબર ચોરી કરીને ફોરજરી રવામાં આવી રહી છે. આ પ્રકારની મોડેસ ઓપરેન્ડીમાં ફોર્જરીમાં સામેલ શખ્સ ભોગ બનેલી વ્યક્તિને એક એપ એનીડેસ્ક ડાઉનલોડ કરવા માટે મોકલે છે. ત્યારબાદ હેકર્સ પીડિતના મોબાઇલ ઉપર આવેલા નવ ડિજિટ કોડ મારફતે તેના ફોનને રિમોટ ઉપર લઇ લે છે. આરબીઆઈએ પોતાની ચેતવણીમાં કહ્યું છે કે, જેમ જ ફોર્જરી કરનારને આ એપ કોડને પોતાના મોબાઇલ ફોનમાં નાંખે છે તેવી જ રીતે પીડિત પાસેથી કેટલાક પરવાનગી માંગે છે. અન્ય એપને ડાઉનલોડ કરવામાં પણ આવી જ પ્રક્રિયા અપનાવવામાં આવે છે. ફોજરીથી ગ્રસ્ત થયેલા વ્યક્તિના મોબાઇલ ફોન સુધી પણ આ લોકો પહોંચી જાય છે અને ખોટી રીતે ટ્રાન્ઝીક્શનને લીલીઝંડી આપવામાં આવે છે. આરબીઆઈના કહેવા મુજબ ફોર્જરીના આ પ્રકારના તરીકાનો ઉપયોગ યુપીઆઈ અથવા વોલેટ જેવા પેમેન્ટ સાથે સંબંધિત કોઇપણ મોબાઇલ બેંકિંગ એપ મારફતે ટ્રાન્ઝીક્શન કરવા માટે કરવામાં આવી શકે છે. મામલાની જાણકારી રાખનાર લોકોનું કહેવું છે કે, કેન્દ્રીય બેંક દ્વારા તમામ કોમર્શિયલ બેંકોને સૂચના આપવામાં આવી છે. કારણ કે, રિટેલ ગ્રાહકોના ખાતામાં જમા રહેલી હજારો કરોડ રૂપિયાની રકમ સામે ખતરો ઉભો થઇ ગયો છે. ગ્રાહકોના ખાતામાં રહેલા નાણાંને લઇને સાવચેતી રખાઈ રહી છે.

 

 

(10:56 am IST)