Gujarati News

Gujarati News

News of Sunday, 18th February 2018

રોટોમેક કં૫નીએ પણ બેન્કોને છોડી નહી

વિક્રમ કોઠારીએ ૨૦૧૨થી પાંચ વર્ષમાં પાંચ બેન્કોને માર્યો ૩૦૦૦ કરોડનો ધુંબો...

કાનપુર : પંજાબ નેશનલ બેંકની જેમજ રોતોમેક કંપનીના માલિક વિક્રમ કોઠારીએ પણ પાંચ વર્ષમાં પાંચ રાષ્ટ્રીયકૃત બેંકોમાંથી લોન લઈને લગભગ રૂ. ૩૦૦૦ કરોડનો ધુંબો બેન્કોને માર્યાનું બહાર આવી રહ્યું છે.

વિક્રમ કોઠારી રોટોમેક પેન કંપનીના માલિક છે. ને તેઓ કાનપુરના પોશ વિસ્તાર તિલકનગરમાં આલીશાન બંગલામાં રહે છે

વિક્રમ કોઠારીએ 2012માં રોટોમેકના નામે સૌથી પહેલા અલાહાબાદ બેંકમાંથી રૂપિયા 375 કરોડની લોન લીધી હતી. બાદમાં યુનિયન બેંકમાંથી 432 કરોડની લોન લીધી. ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાંથી 1400 કરોડ. બેંક ઓફ ઈન્ડીયમાંથી 1300 કરોડ અને બેંક ઓફ બરોડામાંથી 600 કરોડ રૂપિયાની લોન લીધી હતી. પરંતુ કોઈ બેંકની લોન ચૂકવી નથી

આરોપ છે કે બેંક અધિકારીઓની મીલીભગતથી વિક્રમ કોઠારીએ બેંકોના લગભગ ત્રણ હજાર કરોડ રૂપિયા ચાઉં કરી દીધા છે. તેમની રોટોમેક કંપનીને પણ તાળા વાગી ગયા છે. બેંકોએ વિક્રમ કોઠારીના લોનના તમામ ખાતા પર એનપીએ જાહેર કરી છે.

(9:10 pm IST)