Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

વાયરોલોજિસ્ટનો દાવો

કોરોના વાયરસ હવે ૧ કે ૨ મહિનાનો મહેમાન હવે મહામારીનો ખાત્મો નજીકમાં જ

નવી દિલ્હી, તા.૧૮: કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં એક વર્ષ કરતા વધુ સમયમાં હો-હા મચેલી છે, આવામાં હવે કોરોના વાયરસ આગામી ૨ મહિનામાં ખતમ થઈ જશે તેવી વાત સામે આવતા ખુશીનો માહોલ બની રહ્યો છે. આ પ્રકારની આગાહી જાણીતા વાયરોલોજિસ્ટ ડો. જેકબ જોને કરી છે. જેમનું માનવું છે કે, કોરોનાના નવા સ્ટ્રેનની વાત સાચી છે અને આપણે કોરોનાના પહેલા સ્ટ્રેન વિશે દ્યણું જાણવું પડશે જેનાથી કોરોનાના અન્ય સ્ટ્રેન સામે લડી શકાય.

ઈન્ડિયા ટુડેને આપલા ઈન્ટરવ્યુમાં વેલ્લોરની ક્રિશ્યન મેડિકલ કાઙ્ખલેજના ભૂતપૂર્વ અધ્યાપક અને જાણીતા વાયરોલોજિસ્ટ ડો. જેકબ જોને નજીકના ભવિષ્યમાં કોરોનાથી છૂટકારો મળવાની સંભાવના વ્યકત કરી છે. તેમણે ભારતની સ્થિતિ વિશે વાત કરતા જણાવ્યું છે કે, એવું લાગે છે કે કોરોના મહામારી અંત તરફ છે. એક બે મહિનામાં સ્થિતિ સામાન્ય થવાની નજીક છે. હાલ કોરોનાના સંક્રમણને રોકવાના બદલે જરુરી એ છે કે તેનાથી થનારી મોતને રોકવામાં આવે. કોને કોરોનાનો ખતરો વધુ છે? તેમને વેકસીન માટે પ્રાથમિકતા આપવી જોઈએ અને સમયની જરુરિયાત પણ એ જ છે.

આ સાથે તેમણે સાવધાની અને કોરોનાના ખતરને ધ્યાનમાં રાખીને કહ્યું કે, જેઓ પહેલાથી જ બીમાર છે તેમને સાચવવા જોઈએ. આ સાથે કોરોનાની રસીથી વાયરસનો ખાતમો કરવો જરુરી હોવાનું પણ તેમણે કહ્યું. શિક્ષણ સંસ્થાઓમાં પણ ઝડપથી વેકસીન પહોંચાડવી જોઈએ તેવો વિચાર તેમણે રજૂ કર્યો છે. તેમણે કહ્યું કે, કોરોનાથી બચવા માટે તમામ નિયમોનું કડક રીતે પાલન કરવું જોઈએ.

તેમણે રાજકીય પાર્ટીઓ દ્વારા રસી સામે ઉઠાવવામાં આવી રહેલા સવાલો અંગે જણાવ્યું છે કે, મને લાગે છે કે રાજકીય પાર્ટીઓએ આમાં હસ્તક્ષેપ કરવો યોગ્ય નથી. ઝ્રઘ્ઞ્ત્ એક સ્વતંત્ર સંસ્થા છે. જેના દ્વારા વેકસીનના ઉપયોગ અંગે મંજૂરી આપવામાં આવી છે, કેન્દ્ર સરકારે નહીં. વેકસીનની અસર હોવાના આંકડા હજુ પૂરા નથી થયા અને વેકસીનના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે, રજિસ્ટ્રેશનની નહીં. ડીજીસીઆઈએ આમ કર્યું છે તો યોગ્ય કારણથી જ કર્યું હશે. જેમાં સુરક્ષા અને વેકસીનની અસર બન્ને હોવાનો સમાવેશ થાય છે.

તેઓ આગળ એમ પણ કહે છે કે, મને નથી લાગતું સરકાર પાસે કોઈ બાબતની ગેરન્ટી આપવાની તાકાત છે. ડીજીસીઆઈએ ઈમર્જન્સી ઉપયોગની મંજૂરી આપી છે અને સરકારનું માર્ગદર્શન કર્યું છે.

ભારતમાં કોરોના વાયરસની સ્થિતિ વિશે જોઈએ તો હાલના અઠવાડિયામાં (૧૧-૧૭ જાન્યુઆરી) દરમિયાન ૧,૦૫,૦૦૦ કરતા વધુ કોરોના કેસ નોંધાયા છે, જે ૧૫-૧૬ જૂન પછી સૌથી ઓછા કેસ નોંધાયેલું અઠવાડિયું છે. પાછલા અઠવાડિયા કરતા ૨૧,૦૦૦ના નજીક કેસમાં ઘટાડો નોંધાયો છે, આ પહેલાના અઠવાડિયે ૧,૨૬,૦૪૩ કેસ નોંધાયા હતા. ડિસેમ્બર ૧૪-૨૦ એક માત્ર અઠવાડિયું છે જયારે કેસમાં ઉછાળો નોંધાયો હતો.

હાલ દેશમાં ૭ દિવસ દરમિયાન સરેરાશ ૧૫,૦૨૦ કેસ નોંધાય છે, સપ્ટેમ્બર મહિનાના મધ્યમાં જે ઉછાળો આવ્યો હતો તે પછી મોટો ઘટાડો નોંધાયો છે. ૧૭ સપ્ટેમ્બરે એટલે કે આજથી ૪ મહિના અગાઉ નોંધાયેલા કેસ પછી ઘણો ઘટાડો નોંધાયો છે.

(4:21 pm IST)
  • બાંગ્લાદેશને વેક્સિનના ૨૦ લાખ ડોઝ ભારત આપશે : ૨૦ જાન્યુઆરીએ ભારત કોવિશિલ્ડ કોરોના વેકસીનના ૨૦ લાખ ડોઝ બાંગ્લાદેશને ભેટ સ્વરૂપે આપશે તેવી જાહેરાત થઇ છે access_time 12:26 am IST

  • રાજકોટની કોટેચા હાઈસ્કુલના પ્રિન્સીપાલ સહિત ૩ કર્મચારીઓ કોરોના સંક્રમિત : તમામ આઈસોલેટેડ : ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓ માટે સ્કુલ શરૂ થતાં જ કોરોનાનો ફફડાટ : શહેર - જીલ્લામાં મળી હાઈસ્કુલોમાં કુલ ૬ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં access_time 6:25 pm IST

  • પ. બંગાળ, તામિલનાડુ, આસામ અને પુડ્ડુચેરી વિધાનસભાની ચૂંટણીઓ આ વર્ષે એપ્રિલ મહિનાના ત્રીજા અઠવાડિયામાં યોજાય તેવી સંભાવના છે access_time 2:03 pm IST