Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

બીડન-હૈરીસના શપથ ગ્રહણની શરૂઆતનો ભાગ બનશે તામીલનાડુની પવિત્ર કોલમ રંગોળી

વોશિંગ્ટન,તા. ૧૮: બીડન અને કમલા હૈરીસના શપથ ગ્રહણ સમારોહની શરૂઆતમાં પરંપરાગત ભારતીય રંગોળી રચવામાં આવશે. રંગોળી કોલમના નામથી ઓળખાય છે જે તામિલનાડુની છે. હૈરીસ મુળ રૂપે તામિલનાડુથી છે. તેમના માતા ત્યાં ના હતા. અમેરિકાની બહુ સાંસ્કૃતિક વિરાસત દર્શાવવા એક વીડીયોમાં શનિવારે કોલમની હજારો તસ્વીરોને દર્શાવાયેલ જે માટે ૧૮૦૦ થી વધુ લોકોએ ઓનલાઇન પહેલમાં ભાગ લીધેલ.

વિવિધ સમુદાયના લોકોએ પર્યાવરણને અનુકુળથી બનેલ રંગોળીઓમાં પોતાના ઘરેથી જ ભાગ લીધેલ. સ્થાનીય સ્તરે શરૂ થયેલ આશા ખૂબ જ મોટી બની ગયેલ. શરૂમાં તેને વ્હાઇટ હાઉસની બહાર બનાવાની હતી. ત્યારબાદ કેપીટલ હીલની બહાર બનાવાની પરવાનગી અપાયેલ પણ વોશીંગ્ટનમાં સુરક્ષા પ્રબંધોને કારણે રદ કરાયેલ.

ઇનોગ્રેશન કોલમ ૨૦૨૧ના આયોજન દળની સદસ્યા સૌમ્યા સોમનાથે જણાવેલ કે સ્થાનીય સુરક્ષા એજન્સીની મંજુરી બાદ તેને પ્રદર્શીત કરવાની તારીખ જાહેર કરાશે.

(3:26 pm IST)