Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

રામમંદિરના પાયાનું ફોર્મેટ તૈયારઃ ૧ ફેબ્રુઆરીથી ખોદકામ શરૂ થશે

અયોધ્યાઃ શ્રી રામ જન્મભૂમિ ઉપર ભવ્ય રામમંદિર નિર્માણ માટે પાયાનું પ્રારૂપ તૈયાર થઈ ચૂકયુ છે. પાયાનું ખોદકામ ફેબ્રુઆરીના પહેલા અઠવાડીયામાં શરૂ થશે. મહાસચીવ ચંપતરાયે જણાવેલ કે પાયાના ઢાંચા ઉપર એન્જીનીયરોએ મહોર મારી છે. સમગ્ર મંદિર વિશ્વમાં એન્જીનીયરીંગની અદ્ભૂત સંરચનામાં સામેલ થશે.

તેમણે વધુમાં જણાવેલ કે પાયાનું કામ ૧ ફેબ્રુઆરીથી શરૂ થાય તો ૩૯ થી ૪૦ અઠવાડીયામાં રામમંદિર નિર્માણ કાર્ય પુરૂ થશે. પથ્થરનું વજન જે પાયા ઉપર રહેવાનુ છે તેની ડીઝાઈન અંગે એન્જીનીયર મંથન કરી ચૂકયા છે. કાર્ય હવે જલ્દી શરૂ થશે. પાયો મજબુત કરવા ૫૦ ફૂટ સુધી ખોદકામ કરાશે. ત્યાર બાદ પથ્થરનું વજન સહન કરવા લાયક પાયા બનાવાશે. ટ્રસ્ટને અત્યાર સુધીમાં ૧૦૦ કરોડ રૂપિયાનું દાન મળી ચૂકયુ છે. જે ધીમે ધીમે ટ્રસ્ટ પાસે આવશે. આ અભિયાન મકર સંક્રાંતિથી શરૂ થયુ છે અને ૨૭ ફેબ્રુઆરી સુધી ચાલશે. રાષ્ટ્રપતિના દાન અંગે ચંપત રાયે જણાવેલ કે તેમા કશું ખોટુ નથી. તેઓ ભારતીય છે અને પ્રભુ રામ ભારતની આત્મા છે.

(3:26 pm IST)