Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

૧૮ જાન્યુઆરી

આજના દિવસનું મહત્વ

દોસ્તો, બ્રહ્માકુમારી સંસ્થાનના સ્થાપક લેખરાજ કૃપલાણી (બ્રહ્માબાબા)ની આજે પુણ્યતિથિ છે. તેઓએ ૧૯૬૯ની સાલમાં દેહ છોડયો હતો. બ્રહ્માકુમારીના ૧૦૦ દેશોમાં ૮૫૦૦ સેન્ટર્સ ધમધમે છે.

૧૮૯૬માં આજના દિને એકસરે મશીન પ્રથમ વખત પ્રદર્શિત થયું હતું.

દક્ષિણ ભારતના કુખ્યાત ચંદનચોર વીરપ્પનનો આજે જન્મ દિવસ છે. લાંબી મૂછોથી ઓળખાતા વીરપ્પાને ચંદન અને હાથીદાંતનો મહાતસ્કર હતો. ૨૦ વર્ષ હાહાકાર સર્જીને જંગલના અધિકારીઓની પણ હત્યાઓ કરી હતી. વીરપ્પન પર અનેક ભાષાઓમાં ફિલ્મો બની છે.

૧૯૩૦ની સાલમાં આજના દિને રવીન્દ્રનાથ ટાગોરે સાબરમતી આશ્રમે ગાંધીજીની

મુલાકાત કરી  હતી.

આજે એન.ટી.રામા રાવની પુણ્યતિથિ છે. તેઓ લોકપ્રિય અભિનેતા હતા. તેલુગુ દેશમ રાજકીય પક્ષ સ્થાપીને તેઓએ રાજનીતિમાં ઝંપલાવ્યું અને આંધ્રપ્રદેશમાં ત્રણ વખત મુખ્યમંત્રી બન્યા હતા.

આજે અભિનેત્રીઓ મનિષા લાંબા, મોનિકા બેદી, નફીસા અલી તથા મિસ ઈન્ડિયા નફિસા જોસેફના જન્મદિન છે.

વીણાવાદક સુન્દરમ્ બાલચંદ્રન તથા અમિતાભના સાહિત્યકાર પિતા હરિવંશરાય બચ્ચનની આજે પુણ્યતિથિ છે.

આજે ગાયક- અભિનેતા કુંદનલાલ સાયગલની પુણ્યતિથિ છે. ૧૯૪૭ની સાલમાં તેઓનું નિધન થયું હતું. તેમણે ૩૬ ફિલ્મોમાં અભિનય આપ્યો હતો. ટોટલ ૧૮૫ ગીતો ગાયા હતા, છતાં ૧૦૦ વર્ષ બાદ પણ તેમની લોકપ્રિયતા અકબંધ છે.

(3:22 pm IST)