Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

એપલ અને જીઓમીનો જમાનોઃ ટીડબલ્યુએસ સેગમેન્ટ સેલમાં સેમસંગને પણ પછાડયું

એપલના આઈફોન્સની સાથે એરપોડસ અને એપલ વોચનુ પણ બમ્પર વેચાણ થઈ રહ્યુ છે. બીજી બાજુ જીઓમી મોબાઈલ્સની સાથે એરબડસ, એરફોન્સ ફીટનેસ બેન્ડ અને સ્માર્ટ વોચનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યુ છે. ગયા વર્ષે ૨૦૨૦ના ત્રીજા સમયગાળામાં આ બન્ને કંપનીઓએ ટીડબલ્યુએસ સેગમેન્ટના ઉત્પાદનમાં સૌથી વધુ વેચાણ કર્યુ હતું. સેમસંગ, જેબીએલ, રીએલ્મ, સોની, અન્ય કંપનીઓનું શિપમેન્ટ આ બન્ને કંપનીઓની સરખામણીએ ૫ ટકા રહ્યુ હતું. રીએલ્મ અને સોનીનું શિપમેન્ટ ૨ ટકા રહ્યુ હતું. રીપોર્ટસનુ માનીએ તો ગત વર્ષે ટીડબલ્યુએસ શિપમેન્ટ ૮૩ ટકાના ગ્રોથ સાથે ૨૩૮ મીલીયન એટલે કે ૨૩.૮ કરોડ યુનિટસના આંકડાને અડી ગયુ છે. સાથોસાથ સ્માર્ટ વોચ શિપમેન્ટ ૧૦૦ મીલીયન એટલે કે ૧૦ કરોડ યુનિટસના આંકડાએ પહોંચ્યુ છે.

એપલ અને જીઓમીના સ્માર્ટ ફોનની સાથે સાથે એરબડસ, એરફોન્સ, ફીટનેસ બેન્ડ અને સ્માર્ટ વોચના વેચાણમાં દબદબો રહ્યો. ગયા વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર મહિના દરમિયાન ટુ વાયરલેસ સ્ટીરીયો (ટીડબલ્યુએસ) ડીવાયસ વેચાણના મામલામાં અવ્વલ રહેલી કંપનીઓમાં સોની પણ છે, જ્યારે અન્ય ૧૦ ટોપ કંપનીઓમાં જાબરા, જેલેબ, કયુસીવાય અને એડીફાયર જેવી કંપનીઓ જગ્યા બનાવવા સફળ રહી છે. એરપોડસ પ્રોનું ભારત સહિત અન્ય દેશોમાં પણ ખૂબ વેચાણ રહ્યું. એપલના ઉત્પાદનો અમેરિકા, ચીન અને યુરોપીયન દેશોમાં પણ વધુ માત્રામાં વેચાય છે એટલે વાયરલેસ ઓડીયો ડિવાઈસ અને સ્માર્ટ વોચ સેગમેન્ટમાં એનો જલવો જોવા મળ્યો. જ્યારે શાઓમીના ઉત્પાદનો ભારત સહિત અન્ય એશીયાઈ દેશમાં ખૂબ વેચાય રહ્યા છે.

(3:21 pm IST)