Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

૩૦ વર્ષના ઈતિહાસમાં ઠંડીનો પારો ખતરનાક સ્તરે પહોંચ્યો કાશ્મીર ખીણમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓના કાળાબજાર

ભારે હિમવર્ષાની આગાહી છતાં તંત્રની અપૂરતી તૈયારી : વિજપુરવઠો ખોરવાયો, રસ્તાઓ બંધ, પાણી, રાશન, ગેસ, પેટ્રોલ સહિતની જીવન જરૂરી વસ્તુઓ મેળવવા ભારે મુશ્કેલીઓનો સામનો કરતા કાશ્મીરીઓ : દર્દીઓ - મૃતદેહોને એમ્બ્યુલન્સ કે હોસ્પિટલ સુધી પહોંચાડવા આર્મી અને એરફોર્સ સાથે સ્થાનિક લોકોની કાબિલેદાદ સેવા : કેટલીક જગ્યાએ તો સિનીયર સીટીઝનો પણ બરફ હટાવવાની કામગીરીમાં જોડાયા : પાણીની પાઈપલાઈનોમાં પણ બરફ જામી ગયા હોય પાણીની પણ અછત, લોકો બરફને ઓગાળી પાણીનો ઉપયોગ કરી રહ્યા છે : 'કેલા મોડ' બ્રીજને ભારતીય સેના ટેમ્પરરી (કામચલાઉ) સ્ટ્રકચરવાળુ લોખંડના બ્રીજ બનાવવાનું કાર્ય રોકેટ ગતિએ કરી રહ્યા છે, જે હળવા વાહનો માટે કાર્યરત થઈ જશે

છેલ્લા ૩૦ વર્ષના ઇતીહાસમાં એટલે કે ૧૯૯૧ માં માઈનસ ૧૧.૩. ડિગ્રી તાપમાન થયેલ, ત્યારબાદ ૩૦ વર્ષ પછીનું સૌથી લઘુતમ તાપમાન માઈનસ ૮.૪. ડિગ્રી આ વર્ષે નોંધાયેલ છે. આ તાપમાનની વિશિષ્ટતા એ છે કે સતત ચાર દિવસ સુધી યથાવત રહેલ હોય અતી વિષમ પરિસ્થિતિ ઉદભવેલ છે. આ અગાઉ રેકોર્ડબ્રેક ઠંડી ૧૮૯૩ માં માઈનસ ૧૪.૪ ડિગ્રી નોંધાયેલ ત્યારબાદ ૧ સદી ઉપરાંત સમયમાં આ ફકત પાંચમી વખતનું સૌથી લઘત્તમ ડિગ્રી માઈનસ ૮.૪ ડિગ્રી થયેલ છે.

હવામાન વિભાગ દ્વારા ભારે હિમવર્ષાની આગાહી છતા, રાજ્યના વહિવટી વિભાગની 'ડીઝાસ્ટર મેનેજમેન્ટ' કરવાની અપૂરતી તૈયારીને કારણે જન-જીવન પર વિપરીત અસર થવા પામી છે. કાશ્મીર ખીણમાં અપેક્ષિત હિમવર્ષાનો સામનો કરવા માટે વ્યવસ્થાતંત્રે સાબદુ અને સર્તક રહેવામાં નિષ્ફળ જતા કાશ્મીરી લોકો વિજળી ખોરવાઈ જવી, રસ્તાઓ બંધ થવા, પાણી પૂરવઠા, રાશન, ગેસ, પેટ્રોલ સહિત અનેક જીવન-જરૂરી વસ્તુ મેળવવામાં મુશ્કેલીઓ અનુભવી રહા છે.

હિમવર્ષાથી ભારે વિજળીની ખેંચ પડી છે, આથી કાશ્મીર ખીણ અંધકાર અને ઉર્જાના અભાવનો સામનો કરી રહી છે. હિટીંગની વૈકલ્પીક વ્યવસ્થાની ગેરહાજરીમાં લોકો હાડગાડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે.

રસ્તાઓ ઉપરથી બરફ હટાવવાનું કાર્ય પડકારરૂપ છે, લાગતું નથી કે માનવીય સંસાધનથી આ કાર્ય સત્વરે ઉકેલી શકાય. આ માટે કુદરતી ઊર્જા એટલે કે સૂર્યપ્રકાશ ઉપલબ્ધ થાય ત્યારે જ લોકો હળવાશ અનુભવશે. ખીણની આજુબાજુના રસ્તાઓ ઉપર બરફના થરો જામી ગયા છે તે સ્થાનીક લોકો 'અપના હાથ જગન્નાથ' ના સુત્ર થકી હટાવી રહ્યા છે, પરંતુ આ ભગીરથ કાર્ય સંપન્ન કરવામાં સૂર્યનારાયણનો સાથ મળવો અનિવાર્ય છે.

રેકોર્ડબ્રેક બરફ વર્ષાથી એમ્બ્યુલન્સને દર્દી સુધી પહોંચાડવામાં પ્રશાસને ભરપૂર પ્રયત્નો કરવા છતા સફળતા મળી ન હતી તેથી સેના અને સ્થાનીક લોકોના સહયોગથી મૃતદેહોને ખભ્ભા પર લઇ જઇ એમ્બ્યુલન્સ કે હોસ્પીટલ સુધી પહોંચાડવામાં આર્મી તથા એરફોર્સ સાથે સ્થાનીક લોકોએ કાબીલે દાદ સેવા બજાવી રહા છે. કેટલીક જગ્યાએ સીનીયર સીટીઝન્સ પણ બહાર નીકળીને બરફ હટાવવાના ભગીરથ કાર્યમાં જોડાયા હતા.

દિલ્હીથી લેહ વાયા શ્રીનગર, કારગીલ નો વ્યુહાત્મક રીતે અતી મહત્વનો અને કાશ્મીરની લાઇફલાઇન સમા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૧ ઉપ૨ આવેલ 'કેલા મોડ' નામનો બ્રીજ તૃટી ગયેલ હોય, જમ્મુ શ્રીનગર વચ્ચેનો વાહન વ્યવહાર ખોરંભાયેલ હોય કાશ્મીરના જન-જીવન ૫૨ વિપરીત પરિસ્થિતિ સર્જાયેલ છે.

જેના થકી કાશ્મીરી લોકોનું અને પ્રવાસીઓનું સામાન્ય જીવન કઠીન અને દુષ્કર થવા પામેલ છે. અત્રે નોંધાનીય છે કે 'કેલા મોડ'  બ્રીજ શ્રીનગર અને જમ્મુની મધ્યમમાં આવેલ રામબન અને રામસુની વચ્ચે આવેલ છે. તે તુટી થવાથી બન્ને તરફ આશરે ૩૦ કિલોમીટરનો ટ્રાફીક ફસાયેલ છે.

ટ્રાફીકમાં ફસાયેલ પ્રવાસીઓ, ડ્રાયવરો, દર્દીઓ સહિતના લોકો રોજીંદા ખોરાક, દવા, પિવાનું પાણી, ઠંડીથી રક્ષણ માટે પોષાકો, પથારી પાથરણ સહિતની અનેક સમસ્યાનો સામનો કરી ૨હ? છે ત્યારે સ્થાનીક લોકો અસરગ્રસ્તોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ પૂરી પાડી રહના અનેક વિડીયો સોશીયલ મિડીયામાં વાયરલ થયેલ જોવા મળેલ છે.

માનવતાને કયારેય ધર્મના સિમાડા નડતા નથી તેવુ અનેક આફતો વચ્ચે પ્રતિપાદીત થઇ રહાં છે અને ભવિષ્યમાં પણ થશે જ. માનવતા એ જ માનવધર્મના સુત્રને સ્થાનીક લોકો, આર્મીની સેવા બેનમુન અને અજોડ રહી છે.

કાશ્મીર ખીણમાં વાહન સંપર્ક તુટી જતા શાકભાજી, ગેસ, પેટ્રોલ સહિતની જીવન જરૂરી ચીજવસ્તુની ભારે અછત સર્જાયેલ છે, તેથી અસામાજીક તત્વો આવી પરિસ્થિતિનો લાભ ઉઠાવી પાંચ થી દસ ગણા ભાવે જીવન જરૂરી ચીજોની કાળાબજારી કરી રહ્યા છે. તેમના પર તંત્રએ લાલ આંખ કરવાની તાતી જરૂર છે.

માઈનસ ૮.૪ ડિગ્રી ઠંડીના કારણે પાણી પૂરવઠાની પાઇપ લાઈન બરફથી જામી ગયેલ હોવાથી પાણીની અછત થયેલ છે. સ્થાનીક લોકો સ્નોફોલને ગરમ કરીને પાણીનો સ્ત્રોત ઉભો કરી રહ? છે, જ્યારે બીજી બાજુ સૂર્યપ્રકાશને કારણે બપોર પછી ત્રણ થી પાંચ વાગ્યે બરફ થોડા અંશે પીગળે ત્યારે કાશ્મીરી મહીલા ઘડાઓ લઇ પાણી લેવા લાંબુ અંતર કાપીને દૈનિક જરૂરીયાત પૂરતુ પાણી મેળવવા કઠીન પરિશ્રમ કરે છે.

લતીફ ગેસ્ટ હાઉસના માલિક લતીફ ચાચાએ રાહેતરૂપ સમાચાર આપતા જણાવેલ કે તુટી ગયેલ 'કેલા મોડ' બ્રીજ ને ભારતીય સેના ટેમ્પરરી સ્ટ્રકચર વાળ લોખંડના બ્રીજ બનાવવાનું કાર્ય રોકેટ ગતિથી કરી રહ્યા છે. જે આગામી ત્રણ-ચાર દિવસમાં હળવા વાહનો માટે કાર્યરત થઇ જશે.

ટેમ્પરરી બ્રીજ કાર્યરત (કામ ચલાઉ) થયે, સૌ પ્રથમ એમ્બ્યલન્સને અગ્રતાક્રમ આપવામાં આવશે. ત્યારબાદ પ્રવાસીઓ અને જીવન જરૂરી ચીજવસ્તુઓના વાહનોને અગ્રતાક્રમ આપવામાં આવશે.

માઈનસ ૮.૪ ડિગ્રીમાં વિશ્વ વિખ્યાત દાલ સરોવર થીજી થયેલ હોવાથી વિપરીત પરિસ્થિતિમાં સ્થાનીક લોકો બરફ પર ક્રિકેટ તથા ફૂટબોલ રમવાનો આનંદ માણી રહ્યા છે તે પણ નોંધનીય બાબત છે.

'ચિલ્લાઇ કલ્લાન' ના ૬૦ દિવસ કાશ્મીર ખીણમાં તિવ્ર ઠંડીના દિવસો હોય છે ત્યારે પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે, તેથી જ શ્રીનગરમાં હાલ પ્રવાસીઓ સારી સંખ્યામાં હાડમારીની સાથે કુદરતી નઝારાની મોજ પણ માણી રહ્યા છે. કુદરતી નઝારાની મોજ માણવામાં હાડમારી ગૌણ બની ગયેલ છે અને પ્રવાસી હાલ 'દાલ લેક' મુકામે તથા અન્ય પ્રવાસ કેન્દ્રો પર ઉમટી પડેલ છે.

તેમ છતાં હોટલ લતીફના માલિક લતીફ ચાચાએ જણાવેલ કે જ્યાં સધી વાહન વ્યવહાર પૂનઃસ્થાપીત ન થાય અને સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી -વાસીઓએ આવવું ટાળવું જોઈએ. અમો નથી ઇચ્છતા કે આ પરિસ્થિતિમાં કોઈપણ સ્થળે અટવાઇ જાય અને મશ્કેલીનો સામનો કરવો પડે. વાતાવરણ સારૂ થયે ફેબ્રઆરીમાં પ્રવાસીઓને મશ્કેલી પડવાની શકંયતાઓ નહીવત હોય છે.

(3:20 pm IST)